સુમધુર કંઠે ગણેશ વંદના, જગદંબાની આરાધના, કાળિયા ઠાકર અને ભોળિયા નાથના ગુણગાન પ્રસ્તુત કરતા કર્ણપ્રિય ગીતો માણીશું
ચાલને જીવી લઇએમાં આજે સંતવાણી અને આઇ આરાધનાને માણવાના છીએ. ખાસતો આજે તુષારભાઇ ચુડાસમા સંતવાણી રજુ કરશે. આજે આપણે ગણેશ વંદનાથી શરૂ કરી અખીલ બ્રહ્માંડના નાથ કાળીયા ઠાકર અને ત્યાર બાદ જગતના નાથ એવા ભોળીયા નાથના ગુણગાન સાંભળવાના છીએ. અને શિવને યાદી કરીએ ત્યારે શક્તિને તો કેમ ભુલાય. ત્યારે આજે આપણે જોગમાયાને યાદ કરી તેનાં ગુણગાન સાંભળવાના છીએ. આજે આપણે તમામ પ્રસ્તૃતિ એક અલગ જ અંદાજમાં માણવાના છે. આજે અમે આપ સુધી અમારા માધ્યમ દ્વારા પહોંચી રહ્યા છીએ.
ત્યારે આપનો પ્રતિષાદ બહોળો મળી રહ્યો છે. હજુ પણ અમે રોજે આપ સમક્ષ નવા નવા કલાકારો સાથે નવી રજૂઆતો રજૂ કરીશું
આજે તુષાર ચુડાસમાની મોજ
- ગાયક: તુષારભાઇ ચુડાસમા
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: લાલાભાઇ બેરડીયા
- બેન્જો: રાહુલભાઇ ટીમાણીયા
- મંજીરા: કાનજીભાઇ પરમાર
- કેમેરામેન: દિયેશ ગરોધરા, નીશીત ગઢીયા
- સાઊન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પુસ્તત થનાર સુમધુર ગીતો
- સમરણ વિના મારી તલપ ન જાય…
- કાનુડો શુ જાણે મારી પ્રિત…
- શિવને ભજો જીવ દિન રાત…
- નગરમે જોગી આયા…
- કટારી કાળજે વાગી…
- મેર કરી દે ને મોગલ, લીલા લેર કરી દે ને…
- અરજી સુણીને આવતી રે મા….