અબતક ચેનલની અતિ લોકપ્રિય શ્રેણી ચાલને જીવી લઈએમાં ગુજરાતી ગીતો, લોકગીતો, ગરબા, રાસ, ભજન, સંતવાણી, ગઝલ, લગ્નગીતો, દુહા- છંદની રમઝટ બોલાવતા કલાકારોની કલાને કલાપ્રેમી શ્રોતાજનો માણી આનંદ વિભોર બની જાય છે. તે સ્વાભાવિક છે.
બાળ કલાકારો, યુવા કલાકારો, મોટી ઉમરના કલાકારોને માત્ર ચાલને જીવી લઈએના કલાપ્રિય લોકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે.
આજે ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં ભજન, લોકગીત, ગઝલો, ગરબા, રાસ અને દુહા- છંદની રમઝટ બોલાવશે લોકકલાકાર શિવદાન બારોટ. જેઓ જામનગર જિલ્લાના વિજરખી ગામના વતની છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી લોક સંગીત ક્ષેત્રમાં લોકોને લોકસંસ્કૃતીનું મનોરંજન કરાવે છે. તેઓએ દૂરદર્શન ઉપર પણ અનેક કાર્યક્રમો આપ્યા છે.
બાળપણથી જ લોકસંગીત- ભજનનો શોખ ધરાવતા બારોટજીએ મોટા ગજાના કલાકારો નારાયણ સ્વામી, નિરંજન પંડ્યા, લક્ષ્મણ બારોટ, લલિતાબેન ઘોડાદ્રા, હેમંત ચૌહાણ વગેરે સાથે પોતાની કલા પ્રસ્તુત કરી છે.
આજના આ કાર્યક્રમમાં શિવદાન બારોટજીને માણીએ..જોવાનું ચૂકસો નહિ…
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- હારને કાજે ન મારીએ…
- શુ પૂછો છો મુજને…
- નમું મંગલા રૂપ…
- મોરલી વેરણ થઈ…
- કોને કેવી દલડાની વાતું…
- હદયમાં જો તપાસીને…
- બીગડે શો બનજાવે…
- હે જગત જનની…
કલાકારો
- કલાકાર : શિવદાન બારોટ
- એન્કર : પ્રીત ગૌસ્વામી
- તબલા : મહેશ ત્રિવેદી
- પેડ : કેયુર બુદ્ધદેવ
- કી બોર્ડ : પ્રશાંત સરપદડીયા
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦