આજે શકિતવંદના, ભજનો, લોકગીતો, હાસ્ય, લોકસાહિત્ય અને માર્મિક વાતોનો ડાયરો

કચ્છનાં મીઠડા કલાકાર વિશાલ ગઢવી મીઠા ગીત રજૂ કરશે

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાતની પાંગરતી પ્રતિભાઓથી લઈ મોટા ગજાના કલાકારો દ્વારા ડાયરો, ભજન, સંતવાણી, લોક સાહિત્ય, હાસ્યરસ વગેરે આપણી ભાતીગળ સંસ્કૃતિને છાજે તેવી સુંદર કલાનું રસપાન થતું રહે છે અને ‘અબતક’ ‘ચાલને જીવી લઈએ કાર્યક્રમનો વિશાળ શ્રોતા વર્ગ આ કાર્યક્રમમાં રજુ થતા કલાકારોની કલાને મનભરી માણે છે.

આજે ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં પ્રસિઘ્ધ કલાકારો વિશાલ વરૂ અને ચંદ્રેશ ગઢવી દ્વારા ડાયરો રજુ થશે જેમાં વિશાલ વરૂના અષાઢી કંઠે ગવાયેલી શકિતવંદના અને આજની યુવા પેઢી પણ શીખ આપતા સમજણ આપતા ભજનોની સાથે સાથે પદ્મશ્રી દુલા ભાયા કાગ ‘કાગ બાપુ’નું અતિ પ્રસિઘ્ધ તારા આંગણીયા પુછીને જે કોઈ આવે એને આવકારો, મીઠો આપજે ભજન દ્વારા મહેમાન પરોણા નવાજીની સાથે સાથે કૃષણ ભકિત ઉપરાંત આગળના જુગને પણ યાદ કર્યા છે.

જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાંકિત ટોપ ટેનમાં જેને ગણી શકાય તેવા પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર અને રાજકોટના રાજકવિ જેસાજી લાંગા પરિવારની ૯મી પેઢીના આ હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી વિશે ખાસ વાત કરીએ તો રાજકવિ જેસાજી લાંગાની કટારીના છપાકરા આજે ડાયરાઓમાં અચૂક ગવાય છે જેના શબ્દો છે ‘ભલી વેંઢારી કટારી’

આ કટારી આજ પણ પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવીના નિવાસ સ્થાને રાખવામાં આવી છે અને તેનું પૂજન થાય છે. ભાઈ ચંદ્રેશ ગઢવી દ્વારા આજના ડાયરામાં હાસ્યરસ, લોક સાહિત્ય અને માર્મિક વાતો કે જેમાં ગરીબ દીકરીની વેદના વગેરેની પ્રસ્તુતિ બાળકો, યુવાઓ અને વૃદ્ધોને મંત્રમુગ્ધ કરશે તો અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ચાલને જીવી લઈએ જોવાનું ચુકશો નહીં.

ડાયરાના કલાકારો

  • ગાયક:- વિશાલ વરૂ
  • હાસ્ય કલાકાર:- ચંદ્રેશ ગઢવી
  • એન્કર:- પ્રિત ગોસ્વામી
  • કિ બોર્ડ:- પ્રશાંત સરપદડિયા
  • તબલા:- સુભાષ ગોરી
  • પેડ:- કેયુર બુઘ્ધદેવ
  • રેકોર્ડિંગ એન્ડ મીકસીંગ:- વાયબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ

ડાયરામાં પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • – શકિત વંદના – છંદ
  • – સમજણ જીવનમાંથી જાય
  • – તારા આંગણીયા પુછીને જે કોઈ આવે
  • – હંસલા હાલોને હવે મોતીડા
  • – કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ
  • – હે માનવ વિશ્ર્વાસ કરી લે
  • – આગળના જુગ એવા હતા

ઉપરાંત

હાસ્યરસ, લોક સાહિત્ય અને માર્મિક વાતોની જમાવટ તો ખરી જ…..

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.