બને ચાહે દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાના હમારા

આજે ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં ખુજબ નામાંકિત ઇન્ટરનેશ્નલ કલાકાર અને રાજકોટનું ગૌરવ સમા આશીફ જેરીયા અને મલ્ટી ટેલેન્ટેડ તેમજ ઉમદા માણસ અને ઉમદા કલાકાર તેજશ સીસાંગીયાની જુગલબંધી થશે, ખાસ બંન્ને ને સાથે બોલવવાનો હેતું એજ કે આજે ક્ધસેપ્ટ મિત્રતા છે, જીવનમાં મિત્રએ એક અદભુત પાસું છે. જો મિત્ર નથી તો જીવન સુકા ઘાસ જેવું છે. જયારે મિત્રતાની વાત આવે તો જીવન સુકાઘાસ જેવું છે. જયારે મિત્રતાની વાત આવે એટલે રાજકોટમાં કલાકારની દુનિયામાંના જય વિરૂ એટલે તેજશ સીસાંગીયા અને આસીફ જેરીયા સુદામા અને ક્રિષ્નાની મિત્રતાથી લઇને ફિલ્મોની અંદર દેખાતી મિત્રતાની ઝાંખી કરાવે છે.

બંન્નેની શરૂઆત કઇ રીતે મિત્રતા થઇ, અને ભારત દેશ સિવાય પણ આ કલાકારોએ બિજા દેશોમાં મુસાફરી કરી છે. તો ત્યાંની મિત્રતા કેવી છે. આ બધા રંગોનો અનુભવ, આપને વગર ધુળેટીએ રંગી નાખશે. સમજણ વગરનું જીવવું ભલેને જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો ઘડી એકપણ સમજો બેડો પાર એટલે સંસ્કૃતિને જાળવીને ચાલવાની અમારી ફરજને તો અમે ચુકયા નથી.

આજના શોની શરૂઆત માંજ આસીફ જેરીયા મંત્ર બોલી દર્શકોને મંત્ર મુગ્ધ કરી દેશે, ત્યાર બાદ જયારે વાત દોસ્તીની હોય, તો શોલે ફિલ્મનું ગીત કેમ ભુલાઇ, ‘યે દોસ્તી હમ નહી તોડેગે.’ માં તેજસ સીસાંગીયા અને આસીફ જેરીયા જુગલ બંધી કરી ધરમેન્દ્ર અને અમિતાભ બચ્ચનને યાદ કરાવશે, ત્યાર બાદ દોસ્તી શું છે, દોસ્તીનું મહત્વ શું છે, એ જ્ઞાન આપતું ગીત તેરે જેસા યાહ કહા, અને વાત દોસ્તીની ચાલતી હોય ત્યારે ‘દોસ્તી’ ફિલ્મ કેમ ભુલાય, મિત્રતામાં ઘણીવાર અણબનાવ બને ત્યારે હૃદયના કરૂણ ઉમણકા મિત્રને યાદ દ્વારા બોલાવતા હોય, ત્યારે, ‘ચાહુગા મે તુજે સાંજ સવરે’ જેવું ગીત આ અનુભવ કરાવશે, અને જયારે કોઇ મિત્રતાનાં ગાઢ સંબંધો લોકોમાં પ્રસરે ત્યારેએ ચર્ચાનો વિષય બની જાય છે. કાઠીયા વાડી ભાષામાં કહીએતો, કાન ભંભેરણી શરૂ થાય એની વચ્ચેપણ વિશ્ર્વાસમાં ટકી રહે એ દોસ્તી ‘બને ચાહે દુશ્મન જમાના હમારા, આમા આ બધા દરમ્યાન ઓલ્ડઇઝ ગોલ્ડ જેવા ગીતો, જે આપણને હર હમેશા નવા લાગે, ‘મેરા તો જોભી કદમ હે’ અને મિત્રતાની સમજણ ‘ચાલને જીવી લઇએ’ શો માં પિરસાસે. તો આપના અંગત મિત્રો સાથે આજે રાત્રે ૮થી ૯ અબતક મિડિયામાં જોડાઇ જાવ.

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • જહા ડાલ, ડાલ પર સોનેકી ચીડીયા કરતી બસેરા…
  • યે દોસ્તી હમ નહિ તોડેંગે…
  • તેરે જેસા યાર કહા…
  • બને ચાહે દુશ્મન સલામત રહે દોસ્તાના હમારા…
  • મેરા તો જોભી કદમ હે…
  • યારી હે ઇમાન મેરા યાર મેરી જીંદગી..
  • કુરબાની..
  • મેરે યાર કો મનાલે..
  • અરે દ્વારપાલો કનૈયાશે કહેદો…
  • રૂક જાના નહી, તુ કહી હારકે..

આજે આસીફ જેરીયા અને તેજસ શીશાંગીયાની મોજ

  • ગાયક: આસિફ જેરીયા, તેજશ સીસાંગીયા
  • એન્કર: પ્રીત ગોસ્વામી
  • મ્યુઝીક: રાજુ ત્રિવેદી
  • તબલા: જીજ્ઞેશ ગોસ્વામી
  • ઓકટોપેડ: મિતુલ ગોસાઇ
  • પરકેશન: સંદીપ ત્રિવેદી
  • કેમેરામેન: જુનેદ જાફાઇ, દિપેશ ગરોધરા
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભડીયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.