વિક્રમ સવંત 2078 ની વિદાય અને નવા વર્ષ 2079 ના આગમનને વધાવવા “તહેવારોની મહારાણી” દિવાળી સંસારને મંગલદીપ થી ઝળહળાવી રહી છે… ત્યારે દિવાળીના આ દિવસો અને નૂતન વર્ષના વધામણાના અવસરે સૌના જીવનમાં ઊર્મિ ,ઉર્જા ,ઉન્નતી અને ભારત વર્ષ ની વૈશ્વિક પ્રગતિ વધુ વેગવાન બને અને દરેકના જીવનમાં “અવસરના ઉજાસ” પથરાય તેવી અભ્યર્થના.. અયોધ્યામાં જ્યારે ભગવાન રામચંદ્રજી લંકા પર વિજય અને આસુરી તત્વોનો સહાર કરીને પરત આવ્યા ત્યારે અવધવાસીઓને બેવડી ખુશીનો આનંદ હતો ..એક તો ભગવાન શ્રી રામચંદ્ર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા આવ્યા હતા અને બીજું એકે અવધ પતિ રામ એવા યુદ્ધમાં વિજય થયા હતા કે તે માત્ર દુશ્મનને મહાત કરનારું જ નહીં પરંતુ સંસારને દેવ અને દેત્ય વચ્ચે ભેદ ની ઓળખ કરાવનારું હતું.
આ વર્ષે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વયમ હાજરી આપીને અયોધ્યાને 15 લાખ 76 હજાર દીપથી શણગારવાના અવસરના નિમિત બન્યા છે, ત્યારે સાંકેતિક રીતે આવનારું વિક્રમ સવંત 2079 ભારત વર્ષને વિશ્વમાં ઝળહળાવનારું બનાવશે.. તેમાં કોઈ શંકા નથી, વિતેલું વર્ષ માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે અનેક પડકારો સાથે અપશુકનિયાળ બની રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી, વિશ્વ પરિવારના મોટાથી લઇ નાના દેશોના અર્થતંત્ર અને સામાજિક માળખાએ એવી ઠોકર અને આંચકાનો અનુભવ કર્યો હતો કે આવી પડેલી અનિશ્ચિતતા ક્યારે દૂર થશે? તે કહેવું મુશ્કેલ બની રહ્યું હતું, ત્યારે એકમાત્ર ભારત વિશ્વ માટે સહારો બની રહ્યું હતું ,કોરોનાની સ્થિતિ સામે સામનો અને રસી બનાવવાથી લઈને માનવીય સહાયમાં ભારત પરોક્ષ રીતે વિશ્વગુરુની ભૂમિકા ભજવવામાં સફળ રહ્યું હતું,
રસીના આવિષ્કાર થી લઈને કરોડો નાગરિકોને રસીનું સુરક્ષા કવચ, લોક ડાઉન ની પરિસ્થિતિ બાદ ઊભા થયેલા આર્થિક પડકારોમાં અર્થતંત્રની જાળવણી, જનતા જનાર્દનની સુખાકારી, સામાજિક રાજકીય આર્થિક વિકાસની જવાબદારી, જુના કાયદા ના અવરોધ ને દૂર કરવાની પ્રતિબંધતા થી લઈ અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું લક્ષ્ય અપાવવા માટે ઉદ્યોગ ખેતી વેપાર અને ખાસ કરીને ઉર્જા વિનિમય અને પર્યાવરણ જાળવવાની જવાબદારી સાથે વૈકલ્પિક ઊર્જાના આવિષ્કાર, પવન ઊર્જા અને સૂર્ય ઉર્જા નો ઉપયોગ, વાહનોનું ઇલેક્ટ્રીફિશિયલ જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિમાં ભારતે વિશ્વ માટે એક મીશાલ ઉભી કરી હતી, માનવીય સહાય અર્થતંત્રની ઉન્નતી, સામાજિક વિકાસ અને સાથે ભારત અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની રાજકીય મુત્સર્દીગીરીથી વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના ઉનમાદ અને વિશ્વ શાંતિ માટે પણ ભારતના સધિયારા તરફ વિશ્વની મીટ મંડાઈ છે.. વીતી રહેલું વર્ષ 2078 અને આવનાર 2079 પ્રત્યેક ભારતીય અને વૈશ્વિક માનવીઓ માટે દિવાળીના દીપકની રોશની થી ઝળહળી ઊઠે અને દરેકના જીવનમાં અવસરના ઉજાસ પાથરવામાં આપણે નિમિત બનીએ તેવી પરમ કૃપાળુ પરમેશ્વર પાસ “પ્રાર્થના”..