ઉનાળાની ઋતુ આવે એટલે સમસ્યાઓ શરુ થઇ જાય છે. ખાસ કરીને ગભરામણ, ચક્કર આવવા, ભૂખ ન લાગવી વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય હોય છે.આવી ગરમીમાં થતી આ સમસ્યાઓથી રાહત મેળવવા નાના-નાના ઘરેલું ઉપચાર કરવાથી ઘણો ફાયદો મળે છે. ગરમીમાં જીરું ખૂબ ઉપયોગી હોય છે. જીરું માત્ર ભોજનનો સ્વાદ વધારવા પૂરતું જ નથી તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ગુણકારી છે તો ચાલો જાણીએ કે જીરું કઇ રીતે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.
– બે કપ પાણીમાં અડધી ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જીરુંને ઉકાળી લો. ત્યાર બાદ તેને ઠંડુ પાડવા દો. ઠંડુ થઇ ગયા બાદ તેને ગાળી તેમાં ખાંડ મિક્સ કરી પીવું ગરમીમાં આ પ્રયોગ કરવાથી રાહત મળે છે.
– ગરમીના લીધે જો ડાયેરીયા થઇ ગયા હોય તો જીરું અને ખાંડને સમાન માત્રામાં મિક્સ કરી તેને વાટી પાઉડર કરી લો. બે ચમચી ઠંડા પાણી સાથે આ પાવડર લો. ગરમીથી થતા ડાયેરીયા મટી જશે.
– જીરાનું પાણી પીવાથી મોસમી રોગો થતાં નથી અને પેટ પણ સારું રહે છે.
– જીરું શુગર લેવલને નિયંત્રિત રાખે છે. જીરાને વાટીને એક બોટલમાં ભરી લો. અડધી ચમચી જીરા પાઉડર બે વાર પાણી સાથે લો. ડાયાબીટીસના રોગોને આ ઘણો લાભ કરે છે.
– જીરું, અજમો, સૂંઠ, કાળી મરી અને સંચળને ચૂરણ બનાવી લો, એને થોડી ધીમી આંચે અધકચરા શેકીને હીંગ મિક્સ કરી ખાવાથી પાચન શક્તિ વધે છે. પેટના દુખાવામાં પણ રાહત મળે છે.
– જે લોકો અનિંદ્રાના રોગથી ગ્રસ્ત છે. તેમના માટે જીરું એક સારી દવા છે. એક નાની ચમચી શેકેલું જીરું પાકેલા કેળા સાથે મેશ કરીને રાત્રે ભોજન પછી ખાવાથી સારી ઉંઘ આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,