કોવિડ-19ના ભરડાને નિયંત્રિત કરવા તંત્રની સાથે સામાજીક સંસ્થા અને ચોથી જાગીરને પણ મેદાનમાં ઉતરવું જરૂરી બન્યું!!
રાજકોટના શ્રેષ્ઠીઓના સહાલ-સૂચનો ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અમલવારી માટે હકારાત્મક અભિગમ
કોરોના વાયરસને એક વર્ષ કરતા વધુ સમય વિતિ ગયો છે. છેલ્લા પંદરેક માસથી વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કાળા કહેરને નાથવા દેશભરમાં રસીકરણ ઝુંબેશ પણ જોરશોરમાં શરૂ છે પરંતુ વાયરસે ફરી માંથું ઉંચકતા સરકારની ચિંતા ફરી વધી છે. તો લોકોના જીવ પર પણ જોખમ ઉભું થયું છે. તંત્ર પણ નિષ્ફળ સબિત થઇ રહ્યું હોય એમ ઠેર ઠેર હોસ્પિટલોમાં દર્દીઓ લાચાર થઇ બેઠાં છે. ઓફિસજન, ઇન્જેકશન, વેસિકનને લઇ પ્રશ્ર્નો ઉભા થયા છે. યોગ્ય માળખાગત અને અણઘડ આયોજનને કારણે તંત્ર એકલા હાથે પહોંચી ન શકતા હવે, સામાજીક સંસ્થા, આગેવાનો એનજીઓ અને રાજકીય પક્ષોએ પણ મહામારીને નાથવા મેદાનમાં ઉતરવું અનિવાર્ય બન્યું છે. આ માટે ‘અબતક’ દ્વારા ‘ચાલો મહામારીને સાથે મળીને મારીએ’ પહેલ શરૂ કરવામાં આવી છે.
જેને રાજકોટ-સૌરાષ્ટ્રના શ્રેષ્ઠીઓ સામાજીક સંસ્થાઓના આગેવાનો તરફથી આવકાર મળી રહ્યો છે અને આ અભિયાનમાં જોડાઇ કોરોના મહામારીને સાથે મળી મારવાનો સહિયારા પ્રયાસ કર્યો છે તેમજ આ માટે ઘણા મહત્વના સહાલ-સૂચન કર્યા છે. તેમજ જાહેર જનતાને સાવચેતી રાખવા, નિયમ પાલન માટે અપીલ કરી છે. શ્રેષ્ઠીઓના સૂચનો કે જેમાં ઓફિસજનની સેવા દર્દીઓના ઘરે પહોંચાડવી, બેડની સુવિધા કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર માટે રાજકોટ શહેરથી 30 કિમીએ આવેલા સ્મશાનનો ઉપયોગ, નસિંગ કોલેજોને કોડિ કેર સેન્ટરમાં રૂપાંતરિત કરવી, ફાયર અનેઓસી સહિતના નિયમો 90 દિવસ માટે હળવા કરવા કે જેથી કોવિડ સેન્ટર વધુ સંખ્યામાં ઉભા થઇ શકે વગેરેનો સમાવેશ છે જે તફર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ધ્યાનદોરી અમલવારી માટે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.
સ્વૈચ્છિક લોકડાઉન ગામડાના લોકો કરે તે જરૂરી: ભુપતભાઈ બોદર
કોરોના મહામારીમાં ગામડાઓમાં 54 આરોગ્ય કેન્દ્રોમાં 20 હજાર ટેસ્ટિંગ કીટ સ્વખર્ચે આપી ને ભુપત ભાઇએ વધુ ને વધુ ટેસ્ટ કરવા માટે લોકોને અપીલ કરી છે.45 વર્ષથી મોટી ઉમર ના તમામ વ્યક્તિઓને વેક્સીન લેવા માટે પણ અપીલ કરી છે.
સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગ છે,લોકો સાવચેતી રાખે: જ્યોતિબેન ટીલવા
લોકો કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે.લોકો ઘરમાં રહે સુરક્ષિત રહે. સોશીયલ ડિસ્ટનસ લોકો જાળવે. કામ વગર લોકો બહાર ન નીકળે. કોરોનાની ચેઇન તોડવી જરૂરી.
કોરોના વિસ્ફોટ થયો છે, ઇન્જેક્શન ઉપલબ્ધ નથી: જયેશભાઈ ઉપાધ્યાય
ઓક્સિજન ના બાટલા માં પણ 200 જેટલું વેઇટિંગ છે. હૃદય થી અપીલ કરું છું .કોરોના વિસ્ફોટમાં જીંદગી બચાવજો ઇન્જેક્શન ઉપલબ્ધ નથી.ઘરમાં લોકો રહે એ પણ એક સેવાજ છે.બે હાથ જોડી વિનંતી કરું છું કે લોકો ઘરે રહે સુરક્ષિત રહે.
અત્યારનો સમય ભયાનક, સ્મશાનોમાં લોકોનું હૈયાફાટ રૂદન: ગુણુભાઈ ડેલાવાળા
તમારા પરિવારજનોને બચાવી લો.આવનારો સમય ભયાનક છે.મદદ માટે અસંખ્ય ફોન આવે છે.લોકો સાવચેત રહે.સ્મશાનમાં દરરોજ 40 થી 45 બોડી આવે છે.જરૂર સિવાય ઘરની બહાર ન નીકળો.
લોકોએ સાવચેતી રાખવી જરૂરી: સંજયભાઈ હિરાણી
લોકો અને સરકારે સાથે મળીને આ વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો જોઈએ. લોકો માટે આ કપરો સમય છે.સતત માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ.
નાક અને મોઢું માસ્કથી ઢાંકી રાખો: મુકેશભાઈ મેરજા
વિકટ પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલ ન બને તે માટે લોકો એ જાતે જ સમજી ને સામાજીક દુરી રાખવી જોઈએ.પૈસા ગમે ત્યારે કમાઈ લેશું .અત્યારે જીવ બચાવો.
રાજકોટ અને સૌરાષ્ટ્રને બચાવી લો: પરેશભાઈ ગજેરા
રાજકોટ સૌરાષ્ટ્ર ની હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે.રેમડેસીવીરી ઇન્જેક્શન મળતા નથી. લોકોને વિનંતી કે ખુબજ ખ્યાલ રાખે .પરિસ્થિતિ અતિ ગંભીર છે. રાજકોટ અને સૌરાષ્ટ્રને બચાવી લો. દર 2 – 4 ઘર માંથી લોકો પોઝિટિવ છે.
કોરોનામાં આભ ફાટ્યું છે: મિતલભાઈ ખેતાણી
કુદરતી આફતને પહોંચી વળવા બધા એ સ્વાર્થી બની ઘરમાં જ રહેવું પડશે.જીવો અને જીવવા દો તેવી નીતિ અપનાવવી પડશે. રાજકોટ માં કોરોનાનું આભ ફાટ્યું છે ત્યારે લોકોને એટલી જ અપીલ માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી કોરોનાને હરાવી.
કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક: હરિસિંગભાઈ
ગત લહેર કરતા આ લહેર મુશ્કેલ. 4 દિવસમાં ફેફસાં ડેમેજ થાય છે. હોસ્પિટલો ફૂલ છે.દેશી ઘીમાં વધારી 60% સુંઠ નાખી દરરોજ સેવન કરો.લોકો ઘરે રહે, કામ સિવાય બહાર ન નીકળે, માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ કરે તેવી અપીલ.
જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળો: ડી.વી.મહેતા
સ્વાસ્થ્ય ની કાળજી રાખવી જરૂરી.પોઝીટીવી અપનાવો. સમાજ માટે શું કરી શકીએ તે ભાવના રાખો.માસ્ક પહેરો. તમારી અને તમારા પરીવારની જીંદગી ખૂબ મહત્વની છે.
કોરોનાનો બીજો સ્ટ્રેન ભયાનક: સાવચેતી રાખવી જરૂરી: ડોકટર પ્રફુલ કામાણી
કોરોનાનો બીજો સ્ટ્રેન અતી ગંભી રેમડેસીવીર ઈન્જેકશન ની અછત કોવિડ હોસ્પિટલો ફૂલ, કોરોનાથી બચવાનો માત્ર એક જ ઉપાય , સાવચેતી, માસ્ક, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
કોરોનાનો બીજો વેવ અતિગંભીર: ડો.મિલન ભંડેરી (વોકહાર્ટ હોસ્પિટલ)
કોરોનાનો બીજો વેવ જલ્દીથી ફેલાઈ રહ્યો છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 45 વર્ષથી નિચેનાની સંખ્યા વધુ રેમડેસિવિડ ઈન્જેકશનની અછત, બેડ કયાંય ઉપલબ્ધ નથી લોકોને વિનંતી ઘરમાં રહો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો
લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી રેસ્ટોરન્ટ બંધ કર્યું: શેખરભાઈ મહેતા
લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાન રાખી અમે રેસ્ટોરન્ટ બંધ કરેલ છે .લોકો ઘરની બહાર ન જ નીકળે. ઇમરજન્સી હોઈ તો જ બહાર આવો.સાથે મળીને જ આપણે કોરોના સામે જીત હાસિલ કરીશું.
માસ્ક, સેનીટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સથી કોરોનાને હરાવીએ: અજય પટેલ
સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને મરી અપીલ છે. ગુજરાતભરમા કોરોનાના કેસો વધી રહ્યા છે દરેક જગ્યાએ હોસ્પિટલોમાં બેડ ફુલ છે. રેમડેસીવીર ઈન્જેકશનની અછત છે. આવી પરિસ્થિતિમાં બને ત્યાં સુધી ઘરે રહેવું કામ સિવાય બહાર ન નિકળવું, માસ્ક સેનીટાઈઝનો ઉપયોગ જ આપણને બચાવી શકશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું તો કોરોનાને હરાવીશું સોશીયલ મીડીયામાં માધ્યમથી પોઝીટીવીટી ફેલાવીએ.
કોરોનાને હંફાવવા ચાલી રહેલા અભિયાનમાં સૌ સાથ-સહકાર આપે: હરીશભાઈ ચાંદ્રા (એમ.ડી. અતુલ મોટર્સ)
આજે વૈશ્વિક મહામારી કોરોનામાં હું દરેકને અપીલ કરૂ છું કે બધા લોકો પોતાનું ધ્યાન રાખે અને કોરોના વિરૂધ્ધ જે અભિયાન ચાલી રહ્યું છે. તેમાં સાથ સહકાર આપે અને સાથે મળીને આ મહામારીને હરાવે સાથે માસ્ક પહેરે સેનેટાઈઝરનો ઉપયોગ કરે. કામ વગર બહાર ન નીકળવું અને એકબીજાથી છ ફૂટ દૂર રહેવું કોરોનાના કપરાકાળમાં બધાને મદદરૂપ થઈએ કોરોના મહામારી સામેના આ અભિયાનને સફળ બનાવવા સૌને અપીલ કરૂ છું.
રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે, લોકો ઘરે રહી અલ્લાહની ઇબાદત કરે: હબીબભાઈ કટારીયા
લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે. લોકો ઘરે રહીને નમાઝ પઢે. અલ્લાહની ઇબાદત કરે. માસ્ક અવશ્ય પહેરે.
કોરોનાની ગંભીર પરિસ્થિતિ સાવચેતી રાખવી એજ એક ઉપાય: મુકેશભાઈ વિઠ્ઠલાણી
હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી સૌ કોઈ પસાર થઈ રહ્યા છે. આ બીજો ટ્રેઈન અતિ ગંભીર છે. ત્યારે સૌ કોઈને વિનંતી છે કે લોકડાઉન નથી પરંતુ સ્વૈચ્છિક લોકડાઉન સમજી ઘરમાં રહીએ માસ્ક પહેરીએ, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરીએ. અત્યારે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી ઈન્જેકશનની અછત છે. ત્યારે બાકી પરિસ્થિતિમાં સાવચેત રહેવું જ એક ઉપાય.
નાગરિકોએ પોતે જ જાગૃત થવું જરૂરી: અશોકભાઇ કણઝારીયા
કોરોના જે રીતે ફેલાય રહ્યો છે. ત્યારે જાતે જાગૃત થઈ સાવચેત રહેવું આવશ્યક, દરેક લોકો માસ્ક, સેનીટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ કોરોનાને હરાવીએ અશોકભાઈ કણઝારીયા.
આપણે સૌ સાવચેતીના પગલા લઈ કોરોનાને હરાવીએ: રફીકબાપૂ મુઝાવર
કોરોનાનો ચોતરફ ફેલાય રહ્યો છે. સંક્રમણ વધી રહ્યું છે. આ અતિ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા આપણે સૌએ જાગૃત થવું જરૂરી છે. માસ્ક પહેરીએ કામ સીવાય ઘર બહાર ન નીકળીએ, સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ તો જ આ મહામારીમાંથી બહાર નીકળી શકીશું.