નવા શૈક્ષણિક સત્ર જૂન-2022નો આજથી પ્રારંભ થતાં શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલરવ શરૂ થઇ ગયો હતો. ત્રણ વર્ષ પૂર્ણ થતાં જ મા-બાપ ટબૂકડાને શિક્ષણ યાત્રામાં જોડવાના હેતુંથી બાલમંદિરોમાં પ્રવેશ અપાવે છે.
આજથી જ્ઞાનમંદિરો ખૂલ્યાને ટબૂકડાના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી હતી.
શાળા પ્રવેશના પ્રથમ દિવસે બાળકોના પ્રવેશોત્સવ સાથે કુમકુમ તિલક કરીને, મોં મીઠા કરાવીને શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે રાજકોટમાં ‘ચલો સ્કુલ ચલે હમ’ ગીતો ગુંજ્યા હતા.