લગ્નજીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ કરતું વોરા દંપતિ ‘અબતક’ સાથે દાંપત્ય જીવનની સફળતાના રાજ વર્ણવ્યા

લેટ ગો કરવું એ સફળ લગ્નજીવનની ચાવી હોવાનું લગ્નજીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશનાર વોરા દંપતિએ ‘અબતક’ સાથેની વિશેષ મુલાકાતમાં કહ્યું હતું. રમેશભાઈ વોરા અને જયોત્સનાબેન ૧૪/૨/૧૯૬૭ થી ૨૧/૧/૨૦૧૮ દરમિયાન લગ્નજીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ પ્રસંગે ‘અબતક’ની મુલાકાતમાં લગ્ન જીવનની સફળતા વર્ણવતા કહ્યું હતું કે, એકબીજાને અનુકુળ થઈને રહેવું જોઈએ જતુ કરતા શિખવું જોઈએ.

નવી પેઢીમાં સહનશિલતા ઓછી હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો. અત્યારની પરિસ્થિતિમાં જ‚ર પડે તો પતિ અને પત્ની એમ બંનેએ કરવો જોઈએ. અલબત બાળકોના ઉછેરમાં કોઈ કચાસ ન રહી જાય તેવું પણ નિશ્ર્ચિત કરવું જોઈએ તેવું વોરા દંપતિએ કહ્યું હતું. તાજેતરમાં જ રમેશભાઈ વોરાએ પોતાના જીવનનાં ૭૬ વર્ષ પૂર્ણ કરી અને ૭૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે અને સુઝબુઝ ધરાવતા તેમના પત્ની જયોત્સનાબેન વોરાએ ૭૧ વર્ષ પૂર્ણ કરી અને તેમના જીવનના ૭૨માં વર્ષમાં પ્રવેશ કરેલો છે. રમેશભાઈ વોરાના પત્ની જયોત્સનાબેન વોરા, ખુબ જ ધાર્મિક, માયાળુ અને હસમુખ તેમજ દયાવાન અને જીવનની ઉંડી સુઝબુઝ સ્વભાવના છે તેમજ રમેશભાઈ વોરાએ તેમના બહોળા મિત્ર મંડળ અને સમાજમાં ખુબ જ સારુ માન, સન્માન પ્રાપ્ત કરેલ છે. તે સર્વેમાં તેમનો જુસ્સો, સ્વભાવ તેમજ સમાજ તેમજ મિત્ર મંડળના કોઈપણના કામમાં તેમના બનતા પ્રયત્ને દરેકને ઉપયોગી થવું એ તેમની આગવી ઓળખને આભારી છે.

ઉપરોકત તેમના બહોળા મિત્ર મંડળ તેમજ પરીવાર તથા સમાજ દ્વારા તેમને મળતુ માર્ગદર્શન, પીઠબળ તેમજ ઉંડી સુઝબુઝ તથા સમાજમાંથી મળી રહેલ માનસન્માન વિગેરે પણ તેના જીવનમાં અગત્યના રહેલ છે. તેમનો મોબાઈલ નંબર ૯૯૨૫૧ ૦૦૨૯૧ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.