ઉનાળુ વેકેશન પૂર્વ ફરવા લાયક સ્થળોનું બુકીંગ કરાવવાનું શરુ: સિમલા, મનાલી, દાર્જીલીંગ, કેરલ, ગોવાનું ઘૂમ બુકીંગ
જીએસટીને લીધે ડિસ્કાઉન્ટ ઓફર આપી નથી: દુબઇ અને સિંગાપોર જવા માટે લોકોને ખૂબ રસ
ઉનાળાની શરુઆત થઇગઇ છે અને ગરમી પણ આવી ગઇ છે. બાળકો ખુશ થઇ ગયા છે. કારણ કે ઉનાળાનું વેકેશન નજીક આવી રહ્યું છે. પહેલા બાળકોને વેકેશન પડે એટલે નકકી જ હોય કે મામાના ઘરે જવાનું છે. પરંતુ હવે સમય કંઇક અલગ છે. હવે લોકો ફરવા જવાનું વધારે પસંદ કરે છે. લોકો વેકેશન પડે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અને અલગ અલગ સ્થળે ફરવા જવાની તૈયારી કરી રહ્યા છે. ઉનાળામાં ગરમી હોય એટલે લોકો ઠંડી જગ્યાએ જવાનું વધારેપસંદ કરે છે.
અગાઉથી જ બસની ટીકીટ પણ કરાવી લીધી હોય તો ચાલો આપણે ટ્રાવેલ્સ એજન્સીઓ પાસેથી માહીતી લઇએ
નવલભાઇ (એયર બસ ટુસ એન્ડ ટ્રાવેન્લસ) એ કહ્યું હતું કે ઇન્ડીયામાં હિમાચલ પ્રદેશ અને દાજીંલીગ ઠંડો પ્રદેશ છે એટલે ગરમીમાં લોકો ત્યાં જવાનું વધારે પસંદ કરે છે. અમારી કંપની ટુરિસ્ટો માટે અગાઉથી ટીકીટ બુકીંગ કરી લે છે અને ફલાઇટમાં ટ્રાવેલ પણ કરાવી છીએ અને તે પણ સ્પેશ્યલ બજેટમાં ત્યાંથી રહેવાનું અને જમવાનું પેકેજ પણ કરી આપીએ છીએ. દર વર્ષે અલગ અલગ ઓફરો હોય છે. પરતુ આ વખતે કોઇ ખાસ ઓફર નથી રેગ્યુલર પેકેજ જ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે કરતાં આ વર્ષે રપ થી ૩૦ ટકા બેઝનેસ ઓછો છે.
લોકો ઠંડા પ્રદેશમાં જવાનું વધારે પસંદ કરે છે અને તેમાં પણ આ વખતે કાશ્મીર બંધ છે એટલી હિમાચલ પ્રદેશમાં અત્યારે બધો ઘસારો છે. હિમાચલમાં જે મનાલી ડેસ્ટીગેશન છે તે વધારે સારું છે અને ત્યાં બરફ છે લોકો બરફમાં વધારે એકટીવીટી કરે છે.
બિરેન ધ્રવ (જીરાવાલા ટુરિઝમ) બે કહ્યું હતું કે, અત્યારે ઉનાળામાં વેકેશનમાં જોઇએ તો વધારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ જવાનું પસંદ કરે છે અને તેમાં પણ હિમાચલ પ્રદેશ વધારે પસંદ કરે છે અને જવાવાળો વર્ગ ઇ બાજુ વધારે છે કાશ્મીરમાં વાતાવરણ સારુ ન હોવાથી ડરને કારણે લોકોત્યાં જતાં નથી. વેકેશનમાં લોકો ચારધામ પણ વધારે જાય છે. દાર્જીલીંગ અને સિકકીમ પણ વધારે છે. અને કસ્ટમરને પોતાના બજેટ મુજબ પેકેજ આપી છીએ. ઇન્ટરનેશનલમા આ વખતે સીંગાપુરની વધારે પુછપરછ છે અને ખાસ કરીને દુબઇ પણ વધારે છે. મંદીને કારણે બજેટ ઘટાડે છે પરંતુ ફરવાનું ટાળતા નથી.
વર્ષે ઓફર હોય છે પરંતુ આ વખતે જીએસટીને લીધે ડિસ્કાઉન્ટ ઓફર આપી નથી. પરંતુ અમે જે બજેટ આપ્યું છે તેમાં સગવડોમાં વધારો કર્યો છે.
અમારા ગ્રુપ ટુરના મેનેજર હોય છે તે લોકોને ગાઇડ લાઇન આપે છે અને લોકોને માહીતી આપે છે.
દિલીપ વસરાણી (ફેવરીટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એમ.ડી.) એ કર્હ્યુ હતું કે અમારી કંપની ર૦ વર્ષ જુની કંપની છે. અમારીખાસીયત એ છે કે અમારા દરેક પેકેજમાં અમારા છ ફેમીલી મેમ્બર્સ છે તે જ ટુર્સમાં જાય છે. અમે કોઇ પ્રોફેશનલ ગાઇડને રાખતા નથી.
લોકો ટુરમાં જાય તો ઘણા અલગ અલગ વ્યકિત સાથે ફરે તો તે ક્ધફયુઝ થઇ જાય માટે અમે અમારા ફેમીલી મેમ્બર્સ ને જ મોકલી છે. અને ખાસ તો એ કે અમે ટુરમાં લઇ જઇએ તે દરમીયાન કોઇનો બર્થડે આવે તો તેનો બર્થ ડે સેલીબે્રટ કરીએ છીએ. અતયાર સુધી ડીસ્કાઉન્ટ રાખતા હતા. આ વખતે જીએસટી ને કારણે રાખ્યું નથી.
રાજકોટના લોકોને મારે એક સુચન આપવાનું કે અમદાવાદના લોકો સજાગ હોય છે કે ૪ કે ૬ મહીના પહેલા બુકીંગ કરાવી લે છે પરંતુ રાજકોટવાળા ઓ લેઇટ આવે છે અને અંતમાં વધારે પૈસા ચુકવે છે અને આયોજન વગર આવે છે અને લોકોએ ખાસ એ જોવું જોઇએ કે ટ્રાવેલ્સ કંપની ઓથોરાઇઝડ છે કે નહિ કેમ કે ઘણી કંપની ફોડ કરે છે અને ઉઠી જાય છે હીમાચલ જેટલી લોકપ્રિયતા કોઇ સેન્ટરની નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,