જીએસટી, એફટીએ તથા એકસ્ટ્રા એકસ્પોર્ટ સ્ટાર્ટઅપ અંગે માહિતી અપાઈ
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને આત્મીય કોલેજના સહયોગથી ‘ચાલો એકસપોર્ટ કરીએ’ જેમને લઈ જીએસટી, એફટીએ અને એકસ્પોર્ટ સ્ટાર્ટઅપ સેમીનાર યોજાયો હતો.
રાજકોટમાં હાલ વેપાર ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે ઉદ્યોગ ક્ષેરિજકોટ હબ બની ગયું છે. એકસપોર્ટ ને લગતી બધા જ પ્રકારની માહિતી મળી રહે એમાટે ખાસ સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા જીએસટી અંગે વિદ્યાર્થીઓને પણ પૂરી માહિતી મળી રહે એ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમીનારરનો મુખ્ય ઉદેશ એકસપોર્ટને લગતા વેપાર ઉદ્યોગને મદદ‚પ બની રહે તથા જીએસટીની સમસ્યા ના દરેક મુદાઓનો સંતોષપૂર્વક માહિતી મળી રહે અને સાથે જ ફિલ્ડના વિદ્યાર્થીઓને એકસપોર્ટ બીઝનેશ સ્ટાર્ટઅપ કરવા માટે દરેક પ્રકારની માહિતી મળી રહે એ હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલના સમયમાં જીએસટી આવ્યા પછી ઘણા વેપારીઓ મુશ્કેલીમા મુકાય ગયા છે. ત્યારે ભારત દેશ હાલ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબજ આગળ વધી રહ્યું છે. વિશ્ર્વમાં બીજા દેશોની સરખામણીમાં ભારત શમાં ૨૮% જીએસી છે. એ રીતે ઓસ્ટ્રેલીયામાં ૧૦%, કેનેડામાં ૧૫%, ચીનમાં ૧૭%, જાપાનમાં ૮%, મ્યાનમારમાં ૩%, ન્યુઝીલેન્ડમાં ૧૫% કુવેતમાં ૫%, અમેરીકા ૭.૫% એટલે બધા વેપારીની વિનંતી છે કે આ જીએસટી દર ઓછી કરવામાં આવે આ જીએસટી આવ્યા પછી વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ હાલ મુજાય રહ્યા છે.
આ રીતે દરેક વિદ્યાર્થી તથા વેપારીઓના જીએસટી, એફટીડીને લઈ સવાલો કરવામાં આવ્યા હતા. અને એમને જીએસટીની સમસ્યાના મુદાઓ લઈ ચર્ચા કરવામાં આવી હતી. અને એકસપોર્ટ ઉદ્યોગને સારા ફાયદા થાય અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.