નવા વર્ષમાં હર કોઇ નવું કરવના પ્રયત્નો કરે છે તો શું તમે પણ તમારા ઘરની જુની સજાવટને ચલાવી લેશો? નહીં ને! હું આજે તમારા માટે એવા ટ્રેન્ડીંગ ડેકોર લાવી છુ જેનાથી તમારા ઘરનું આઉટલુક એકદમ બદલી જશે…..

– ચોકલેટ ઓલ ટાઇમ : ભારતીયોને બ્રાઉન કલર હોટ ફેવરીટ રહ્યો છે તમે પણ તમારા ઘરને ચોકલેટ કલરથ શણગારી શકો છો જેમ કે ફ્લોર, દિવાલ, ફર્નીચર જેવી વસ્તુઓને લાઇટ એન્ડ ડાર્ક સાથે કમ્બાઇન કરી શકો છો.

– કિચનની દુનિયા :  પહેલા કરતા હવે લોકો રસોઇઘરને પણ શણગારવાનો આગ્રહ રાખે છે. ત્યારે સ્ત્રીઓ માટે કિચન તેમની દુનિયા દુનિયા હોય છે માટે તમારા ઘરની સ્ત્રીઓ માટે તમે સરસ મજાનું કિચન ડેકોશન કરી તેને ખુશ કરી શકો છો.

– ફ્લોર : ભારતીય ઘરોમાં તમને દેશી લાદી જોવા મળશે  જે શાહી અને એથનીક લુક આપે છે ખાસ તો સિમેન્ટની લાદી ટ્રેડિશનલ અને કમ્પ્લીટ લૂક આપે છે.

– ઘરની બહારનું ફર્નિચર : લોકો હાલ ખાસ ગાર્ડન ફર્નિચર કરતા થયા છે બહારની જગ્યાને સજાવવા અને આનંદ માણવા આઉટડોર ફર્નિચર બનાવે છે અને લગ્ઝુરિયસ સાઇઝનો આનંદ માણે છે.

– દિવાલના કલર્સ : ક્રિએટીવ લોકો ખાસ ધરતી દિવાલોમાં પીળા, લાલ, બ્લુ જેવા બ્રાઇટ કલર્સ અપનાવતા થાય છે જેની સતત ડિમાન્ડ વધી રહી છે સારી ઉર્જા માટે બ્રાઇટ કલર્સ બેસ્ટ ચોઇસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.