પૂ. આચાર્ય દેવ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. પન્યાસ પ્રવર ભદ્રકરવિજયજી મ.સા. તેમજ પૂ. આચાર્ય દેવ હિમાશુસૂરીશ્વરજી મ.સા. અને પન્યાસપ્રવર વ્રજસેન વિજયજી મ.સા.ની દિવ્ય કુપાથી રૈયા હિલ તપગચ્છ જૈનસંઘના આંગણે નૂતન નિર્માણાધીન જિનાલયના ખાતમૂહૂર્તની ચલપ્રતિષ્ઠા પ્રસંગે તા.16.6 સવારે 4 કલાકે તેમજ શિલાસ્થાપન ઉત્સવ 19.6ના સવારે 5 કલાકે તેમજ ચલ પ્રતિષ્ઠા તા.19.6ના વિધિપ્રારંભ સવારે 10 કલાકે પ્રવેશ તથા પ્રતિષ્ઠા તેમજ વ્યાખ્યાન બહુમાન તેમજ સ્વામિ વાત્સલ્ય તા.19.6 બપોરે 12 કલાકે શાંતીનગર જે.બી.સુપર માર્કેટની સામે રૈયા હિલ ડ્રીમસીટી પાસે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. પૂ.ગચ્છ સ્થવિર આશ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ.સા. અને ગચ્છાધિપતિ આ પૂન્યપાલસૂરીશ્વરજી મ. અને મુનિભગવંત ધૂરંધર વિજયજી મ. પ્રત્યક્ષકૃપા અને પૂ. આચાર્ય મનમોહનસૂરીશ્વરજી મ. પૂ. આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ., આચાર્ય દેવ જયધર્મસૂરીશ્વરજી મ., આદિ શ્રમણ ભગવંતો ગિરનાર તીર્થ બીરાજમાન પૂ.આચાર્ય દેવ હેમવલ્લભસૂરીશ્વરજી મ. અને સાધ્વીજી શીલગુણાશ્રીજી મ. આદિ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ખાત મૂહૂર્ત તથા શિલાસ્થાપના ઉત્સવ યોજાશે.
સંપૂર્ણ સંકુલના નિર્માણના દાતા માતુશ્રી કસ્તુરબેન વીરચંદભાઈ રાજપાર ગડા મુળ ગામ જૂની હરિપર હાલ લંડન સુશીલાતેબન જયંતિલાલ વીરચંદ ગડા પરિવાર હસ્તે કરાયું છે. તેમજ સંપૂર્ણ સંકુલના ભૂમિના દાતા માતૃશ્રી વસંતબેન વાડીલાલ વસા મુળ ધોરાજીવાળા જેઓ હાલ અમદાવાદ-રાજકોટ તે મહેશભાઈ, પ્રકાશભાઈ-જીતુભાઈ વસાના હસ્તે કરાયું છે.
ખાતમૂહૂર્ત તથા શીલા સ્થાપનના દિવસે બપોરે સાધાર્મિક ભકિતનો લાભ માતૃશ્રી કસ્તુરબેન વીરચંદભાઈ રાજપાર ગડા અને સુશિલાબેન જયંતિલાલ વીરચંદ ગડા પરિવાર લેશે તેમજ સાધર્મિક ભકિતના સહયોગી દાતા સુભદ્રાબેન મનસુખલાલ શિવલાલ શેઠ તેમજ બિન્નીબેન મનસુખભાઈ શેઠ અને અલ્કાબેન શૈલેષભાઈ શેઠ, સૃષ્ટિ વિશાલકુમાર શાહ વિધી કૃપા, પ્રીન્સ પરિવાર દ્વારા કરવામાં આવશે.