પ્રકાશકોને સમાચારના વળતર ચુકવવાના ખરડાથી નારાજ ગુગલ ઓસ્ટ્રેલીયામાંથી ઉચાળા ભરવા તૈયાર
જીવનચર્યા સાથે જોડાયેલું ગુગલ બંધ થઈ જાય તો?
વર્તમાન સમયમાં ગૂગલ લોકોની જીવનશૈલી સો એટલુ વણાઈ ગયું છે કે, ગૂગલ વગરની દુનિયાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નાના-મોટા તમામ કામમાં ગૂગલ સો સીધી કે આડકતરી રીતે જોડાયેલી પ્રોડક્ટનો ઉપયોગ થવા લાગ્યો છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય કે સર્ચ બ્રાઉઝર, કોઈ અજાણ્યા સ્થળે જવા મેપનો ઉપયોગ કરવો હોય કે જનસંપર્ક કરવો, તમામ ક્રિયાઓમાં ગૂગલ જોડાઈ ગયું છે. જોકે, કેટલાક ગેરફાયદા પણ છે. ગૂગલ ઉપર અધિનતા વધી રહી છે.
ગૂગલની શોધના કારણે રિસર્ચ જરૂરી હોય તેવા કેટલાક વ્યવસાયોમાં એટલું આમૂલ પરિવર્તન આવી ગયું છે કે તેના વિના ભૂતકાળમાં કામ કેવી રીતે થતું હતું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે નાના મોટી તમામ વિગતો ગૂગલ ઉપર ઉપલબ્ધ છે અધૂરામાં પૂરું વિશ્વના મોટાભાગના સ્માર્ટફોન પણ ગૂગલના એટલે કે એન્ડ્રોઇડના છે. દરેક ઘરમાં ગૂગલ સંકળાયેલું છે.
આવી સ્થિતિમાં ગૂગલ વગર જીવી શકાય કે નહીં તેવા પ્રશ્નો ઓસ્ટ્રેલિયામાંથી ઊભા થયા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા સમાચારોના પ્રસારણ બદલ પ્રકાશકોને વળતર ગૂગલ દ્વારા ચૂકવાવુ જોઈએ તે પ્રકારનો ખરડો પારિત કરવામાં આવ્યો હતો. આ ખરડા મુદ્દે આવતા અઠવાડિયે ડિબેટ પણ થશે. દરમિયાન જો આ પ્રકારનું વળતર ચૂકવવું પડશે તો ગૂગલે ઓસ્ટ્રેલિયામાંથી ઉચાળા ભરવાની તૈયારી બતાવી હતી.
ગુગલ વગર વિકસિત દેશોમાં મોટા ભાગની ક્રિયાઓ ખોરંભે ચડી જાય તેમ છે. ગૂગલે અત્યાર સુધી વિનામૂલ્યે અનેક સુવિધાઓ આપી છે અને હવે ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા વળતર લેવાની ઈચ્છા બાદ ખૂબ જાણીતી વાંસળીવાળાની વાર્તા યાદ આવી જાય. જેમાં એક ગામમાં ઉંદરોનો ખુબ જ ત્રાસ હતો. ઉંદર ભગાડવા માટે ગામલોકોએ અનેક ઉપાયો કર્યા હતા, પરંતુ કોઈ નક્કર પરિણામ જોવા મળ્યા નહતા. આવી સમયે એક વાંસલીવાળો ગામમાં પ્રવેશ્યો. તે વાંસલીવાળા પાસે વાંસળી વગાડીને વશીકરણ કરવાની આવડત હતી. તેની વાંસળી કોઈપણને વશીભૂત કરી શકે. જેથી ગામ લોકોએ ઉંદરોથી બચવા માટે વાંસલીવાળાનો સંપર્ક કર્યો. વાંસળીવાળાએ પાસે ૧૦૦ સોના મહોરના બદલામાં ઉંદરના ત્રાસી છુટકારો અપાવવાનું વચન આપ્યું. ગ્રામજનો રાજી યા અને માંગ્યા મુજબ ૧૦૦ સોના મહોર આપવાની તૈયારી બતાવી. બાદમાં વાંસળીવાળાએ પોતાની વાંસળી વગાડવાનું શરૂ કર્યું. પરિણામે ગામમાં છુપાયેલા ઉંદર બહાર આવવા લાગ્યા. વાંસલીવાળો આગળ ચાલવા લાગ્યો, વશીભૂત યેલા ઉંદર તેની પાછળ આવ્યા. અંતે વાંસલીવાળાએ ઉંદરને દરિયામાં ધકેલી દીધા.
કામ પૂરું કર્યા બાદ તે ગ્રામજનો પાસે ગયો અને ૧૦૦ સોના મહોર માંગી, પણ ગ્રામજનોની દાનત બગડી, હવે ઉંદરો નહતા, ગરજ પૂર્ણ ઈ ગઈ હતી. જેથી ગ્રામજનોએ સોના મહોર આપવાની સ્પષ્ટ ઇનકાર કર્યો. જેી ક્રોધિત યેલા વાંસલીવાળાએ ફરીથી વાંસળી વગાડવાનું શરૂ કર્યું, પણ આ વખતે ઉંદરોને નહીં ગામના બાળકો વશીભૂત કર્યા. બાળકો એક પછી એક ઘરમાંથી બહાર આવી વાંસલીવાળા પાછળ ચાલવા લાગ્યા, પરિણામે ગ્રામજનો ડરી ગયા અને વાંસળી વગાડવાનું બંધ કરવા કહ્યું. ૧૦૦ સોના મહોર આપી ત્યારબાદ મામલો થાળે પડ્યો.
હવે અહીં આ વાર્તા ઉપરી વર્તમાન સ્થિતિનો ચિતાર લઈએ તો વાર્તામાં છે વાંસળીવાળા ની વાત ઇ છે તે અત્યારે ગુગલ છે. લોકોને વિનામૂલ્યે સેવા આપીને લોકોને વશીભૂત કરી દીધા છે. જોકે બીજી તરફ ગૂગલ પાસેથી જ પૈસા લેવાની ગણતરી થી ગૂગલ ગીનાયું છે. અત્યારે તો ગૂગલે ઓસ્ટ્રેલિયા છોડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે ગૂગલ વગર ચાલે તેમ ની. ગૂગલના હરીફોપાસે ગૂગલ જેટલી ક્ષમતા ની.
ઓસ્ટ્રેલિયામાં પણ જો ગૂગલ ન હોય તો શું થાય તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે. ઈન્ટરનેટ ઉપર તા કુલ સર્ચમાંથી ૯૫% જેટલા તોતિંગ સર્ચ તો એકલા ગૂગલ ઉપર જ થાય છે માઈક્રોસોફ્ટના બિંગ અને અન્ય એક ડકડકગો જેવા સર્ચ એન્જિન ઉપલબ્ધ છે .પરંતુ તે ગૂગલ જેટલા ચડિયાતાં ની. માટે વિશ્વમાં ફરીથી ગૂગલ વગરની દુનિયા કેવી હોય તેની ચર્ચાએ જોર પકડયું છે. માત્ર ગૂગલ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝના વળતર બાબતે ફેસબુક ઉપર પણ તવાઈ ઉતરે તેવી શક્યતા છે.