વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે કાશ્મીરથી ક્ધયાકુમારી અને ગાંધીનગરથી ગંગકોટ સુધી ના વિશાળ ભારતીય ભૂખંડ ના પ્રત્યેક મતદારને પોતાના મતાધિકાર થકી દેશના સૌથી મોટા લોકતંત્ર મંદિરના ઉપાસકો ને ચૂંટવાનું અવસર આવ્યો છે ત્યારે18મી લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાન માટે રવિવારે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો . 7 મેના રોજ દેશના 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન મા ત્રીજા તબક્કામાં આસામમાંથી 04, બિહારમાંથી 05, છત્તીસગઢમાંથી 07, ગોવામાંથી 02, ગુજરાતમાંથી 2,, કર્ણાટકમાંથી 14, મધ્યપ્રદેશમાંથી 08, મહારાષ્ટ્રમાંથી 11, ઉત્તર પ્રદેશમાંથી 10, પશ્ચિમ બંગાળમાંથી 4, પશ્ચિમ બંગાળમાંથી 04. જમ્મુ-કાશ્મીરમાં એક સીટ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે સીટ પર મતદાન થશે. ચૂંટણી પંચે મતદાન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને કેન્દ્રીય દળો મતદાન મથકો પર હાજર રહેશે. ઉનાળાની કાળજાળ ગરમી પણ મતદારોનો ઉત્સાહ જરા પણ ઓગાળી ન શકે તેવી મક્કમતા જન માનસમાં દેખાઈ રહી છે
મતદાનના ત્રીજા તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, એનસીપી (એસપી)ના નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પત્ની સુનેત્રા પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જેવી મંત્રી જેવા દિગ્ગજો નું ભાવી મતદારો ઇવીએમમાં કેદ કરાવશે. ચૂંટણી પંચે દેશમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની વ્યવસ્થામાં બે તબક્કામાં મતદાન થયું છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનમાં 66.14 ટકા અને 26 એપ્રિલે બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાના મતદાન પર તમામ ની મીટ મંડાયેલી છે ત્યારે દેશ ને આર્થિક મહાસત્તા બનાવવા માટેના પ્રયત્નોને સાકાર કરવા માટેનું આ મતદાન દેશના પ્રત્યેક નાગરિક માટે મહત્વનું બની રહ્યું છે મતદાન નો ઉત્સાહ ભાવિ સુકાનીઓ ને જવાબદારીનું વધારેમાં વધારે ભાન કરાવે છે
મતદાન કરવાથી જ લોકતંત્ર અને લોકપ્રાહારીઓના ઇરાદાઓ મજબૂત થાય છે પાંચ વર્ષ ની લોક સેવાના સુદ્રઢીકરણ માટે દરેક નાગરિકને અવશ્યપણે પાંચ મિનિટનો સમય આપવો જ પડે પાંચ વર્ષે આવતી આ ઘડી અને ન્યાય આપીને પાંચ વર્ષ સુધી નિશ્ચિત બનવાની તક દરેકે ઉપાડી લેવી જોઈએ મતદાન માત્ર રાજકીય કવાયત જ નથી દરેક નાગરિકનો નાગરિક ધર્મ છે કે તે અવશ્યપણે મતદાન કરી સારા જન પ્રતિનિધિઓને દેશનું સુકાન સોપે આધુનિક વિશ્વમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના મતદારો નિષ્પક્ષ અને મુક્ત મને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે દેશમાં સુદ્રઢ વ્યવસ્થા માટે નસીબદાર છે ભારતની આદર્શ ચૂંટણી વ્યવસ્થા વિશ્વના અનેક દેશો માટે આદર્શ બની રહી છે ત્યારે દેશના દરેક નાગરિકે અને ખાસ કરીને ગુજરાતીઓએ લોકતંત્રના આ પર્વને ઉત્સાહભેર ઉજવીને સશક્ત ભારત ના લોકતંત્રને વધુ મજબૂત બનાવવું જોઈએ લોકશાહીના પર્વને આવો આપણે સૌ ઉત્સાહભેર ઉજવીને ખરા અર્થમાં નાગરિક ધર્મ બજાવીએ.