૧૪ નવેમ્બર એટલે કે બાલ દિવસ ખબર છે. મિત્રો આખા વિશ્ર્વમાં ૧ જૂનના દિવસે જ દુનિયાનાં અન્ય રાષ્ટ્રો બાદ દિવસ ઉજવે છે. પરંતુ ભારતમાં ૧૪ નવેમ્બરે ખાસ બાલદિવસ ઉજવવામાં આવે છે જેનું મુખ્ય કારણ બાળકોના પ્રિય એવા અને આઝાદ ભારતનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ છે જેને બાળકો સાથે ખૂબ લગાવ હતો અને એટલે જ તેને શ્રધ્ધાંજલિ આપવા તેનાં જન્મદિવસને બાળદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો ચાલો કંઇક વધુ જાણીએ આપણા પ્યારા ચાચા નહેરુ વિશે તમને ખબર છે ચાચા નહેરુને બાળકો ખૂબ પ્રિય હતા અને એટલે જ ખાસ બાળકો માટે અને તેનાં અધિકાર તેમજ જરુરીયાત માટે ૧૪ નવેમ્બરના દિવસે બાલ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ તો બાળકોનાં ભણવાના અધિકાર, કાળજી અને સુરક્ષિત બાળપણનું સૂચન કરે છે અને આ બાબતે નહેરુજી પણ કહેતા કે બાળકો સાથે હંમેશા પ્રેમથી વર્તવુ જોઇએ કારણ કે તે દેશનું આવનારુ ભવિષ્ય છે જ્યારે દુનિયાના વિવિધ દેશોમાંથી ૨૦ નવેમ્બરએ યુનાઇટેડ નેશનલ બાળ દિવસ ઉજવે છે આ ઉપરાંત સૌ પ્રથમવાર ૧૯૫૪માં યુનાઇટેડ કિંગડમ દ્વારા વૈશ્ર્વિક કક્ષાએ આ બાબતે પ્રેરણા સ્ત્રોત બની પ્રથમ બાલ દિવસ ઉજવ્યો હતો.
Trending
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?