શાળાના હોદ્દેદારો અબતકની શુભેચ્છા મુલાકાતે

શહેરનાં વોર્ડ નં,૧માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ચાલો આદર્શ વિદ્યાર્થી બનીએ વાર્ષિકોત્સવનું આયોજન હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે ૨૪/૦૨/૨૦૨૦ (સોમવાર)ના રોજ કરવામાં આવેલ છે.જેમાં ધોરણ કે.જી.વિભાગથી ધોરણ-૧૨ના ૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે.તેમાં ૨૮ જુદી જુદી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજુ કરવામાં આવશે. તેમાં બંગાળી, પંજાબી, કાઠિયાવાડી, મહારાષ્ટ્રીય, મારવાડી, વગેરે પ્રદેશોના પોષાક પહેરી પોતાની કૃતિ વિદ્યાર્થીઓ રજુ કરશે.તેમજ વિવિધતામાં એકતાનો સંદેશો પણ વિદ્યાર્થીઓ કૃતિમાં રજુ કરશે.આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થી તેમજ વાલીનું સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં યોગ ભગાડે રોગ પર યોગ ડાન્સ, માતા-પિતાની સેવામાં જ જીવનનું સાચું સુખ રહેલ છે તેના પર ડ્રામા રજુ કરાશે.સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલા પુરૂષાર્થને નિહાળવા સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરશે.આ વાર્ષિકોત્સવના આયોજનમાં સ્કુલના પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અર્ચના બા જાડેજા, જયોતિબેન સોનછાબડા હર્ષદ રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા તેમજ નિધિ સ્કુલ પરિવાર કાર્યરત છે. વધુ વિગત માટે આગેવાનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.