બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તનાવ કાર્યક્રમના ત્રીજા દિવસે સ્વયંને સમજીએ આત્મજ્ઞાન અંતર્ગત આત્મ અનુભૂતિનું અનુભવ કરતા રાજકોટ વાસીઓ

જીવન સેના હાર જીને વાલે ગીત સાથે જુમીને લોકોએ મેળવ્યું ભરપૂર પ્રેરકબળ

જીવનની દરેક પરિસ્થિતિમાં ઠવુ નહીં વાહ વાહ કરી આત્મસિહાસન પર સ્થિત થઈને મનને ઓર્ડર આપીએ

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત અલવિદા તનાવ કાર્યક્રમના ત્રીજા દિવસે રાજકોટવાસીઓએ બ્રહ્માકુમારી પૂનમબેન પાસેથી સ્વયમને સમજીએ આત્મજ્ઞાન વિષય અંતર્ગત આત્માની ગહન અનુભૂતિ કરી હતી હજારો લોકોએ આત્માની ગહન અનુભૂતિ કરીને હળવાશનો અનુભવ કર્યો હતો.

આ અનુભવથી પ્રત્યેક શ્રોતાગણના મુખ પર સ્મિત રેલાઈ ગયું હતું.

જીવન સેના હાર જીને વાલે ગીતના તાલે ભાઈઓ સાથે જમીને સૌ ભાવવિભોર બની ગયા હતા.

સ્વયમને સમજીએ આત્મજ્ઞાન વિષય પર બ્રહ્માકુમારી પુનમબેને દર એક કલાકે એક મિનિટ હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું એ ભાવમાં સ્થિત થવા પર ભાર મૂક્યો હતો અને આ પ્રમાણે માત્ર ત્રણ દિવસમાં જ તેના ફાયદાઓ સ્વયમને અનુભવ થશે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ આ ફાયદાઓ મેળવ્યા છે એ વિશે કેટલાક ઉદાહરણ આપીને સમજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નવ દિવસ ચાલનાર અલવિદા તનાવ કાર્યક્રમમાં આવતીકાલે 11 ફેબ્રુઆરી શનિવારના રોજ ચોથા દિવસે ગહન ઈશ્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ અંતર્ગત પ્રવચન આપવામાં આવશે. ગુજરાત જૂનના ઇન્ચાર્જ ભારતી દીદી ના આશીર્વાદ માર્ગદર્શન અને શુભ ભાવના તેમજ શુભકામનાથી પ્રત્યેક દિવસે બોહડી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાઈ રહ્યા છે અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે

Screenshot 9 10

શાંતિની અનુભૂતિ કરી અનેક લોકો થયા વ્યસન મુક્ત  બ્રહ્મા કુમારી પુનમ દીદી

પુનમ બે ને આ અંગે વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી દ્વારા છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના લગભગ દરેક શહેરોમાં અલવિદા તનાવનો હજારો ભાઈ બહેનોએ લાભ મેળવ્યો છે અને ગહન શાંતિની અનુભૂતિ કરી છે. અનેક લોકો વ્યસન મુક્ત પણ થયા છે તેમજ સંબંધોમાં પરસ્પર સામાન્ય કેળવીને સુખમય જિંદગીનો લાભ મેળવ્યો છે. આત્મ અનુભૂતિમાં સ્થિત થવાના ફાયદાઓ જણાવતા પુનમબેન ને કહ્યું કે આમ કરવાથી એકાગ્રતા અને નિર્ણય શક્તિ વધે છે તેમજ ધીમે ધીમે શરીરની બીમારીઓમાંથી પણ મુક્ત થવાય છે. આ સાથે તેઓએ મન જીતે જગત જીત ઉક્તિને સાર્થક કરવાના ફોમ્ર્યુલા પણ સમજાવ્યા હતા.

મનને શાંત કરવા માટે કાર્યક્રમ ખુબજ ઉપયોગી: મુકેશભાઈ દોશી

અલવિદા તનાવ કાર્યક્રમમાં ઉપસ્થિત  દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના   મુકેશભાઈ દોશીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે  બ્રહ્માકુમારીઝ દ્વારા કરવામાં આવેલ  આ આયોજન ખુબજ  સુંદર છે. રાજકોટના હજારો લોકોએ લગભગ 90 મીનીટ સુધી દીદીને સાંભળ્યા છે. માનસીક શાંતિ મેળવવામાા જે ખુબજ ઉપયોગી છે.  અહીથી લોકો   ઘણુબધુ શીખીને જાય છે. અનેમનની તનાવની  સ્થિતિ  મને શાંત કેમ રાખી શકાય તે   લોકોને  જાણવા મળ્યું

માનસિક  તનાવ  આજના યુગની મોટી સમસ્યા: ડો. ગોવર્ધન વઘાસીયા

અલવિદા તનાવ ક્ાર્યક્રમમાં ઉપસ્થિત ડો. ગોવર્ધન વઘાસીયાએ અબતક સાથે  વિશેષ વાતચીતમાં જણાવ્યું કે  આપણે ખુબજ નશીબદાર   છીએ કે  આપણે આ કાર્યક્રમનો લાભ મેળવવાનો મોકો મળ્યો માનસીક તનાવ એ આજના યુગની મોટી સમસ્યા કહી શકા જેને  આપણે એક રાગે પણ કહી શકાય આ રોગની આધ્યાત્મિક  રીતે સારવાર કરવામાં આવે તો તેનું  ખુબજ સરળ અને સારૂ પરિણામ મળી શકે છે. એ પણ કાયમી પરિણામ મળી શકે. હુંરાજકોટની તમામ જનતાને  આ કાર્યક્રમ  નો વધુમા વધુ લાભ લેવા માટે અને માનસીક શાંતી મેળવવા અપીલ કરૂ છે.

લોકોએ કાર્યક્રમનો વધુને વધુ લાભ લેવો જોઈએ નગર સેવિકા જયાબેન ડાંગર

અલવિદા  તનાવ કાર્યક્રમમાં પધારેલા જયાબેન ડાંગરે  જણાવ્યું હતુ કે  આબ્રહ્મકુમારીઝના કાર્યક્રમ ખુબજ સરસ છે.

આ કાર્યક્રમથી લોકોને ઘણો સારો લાભ  થાય છે. હું  બધા લોકોને આ કાર્યક્રમ વધુમાં વધુ  લાભ લેવા અપીલ કરૂ છું.  આ કાર્યક્રમથી લોકોને  માનસીક  અશાંતિમાંથી  શાંતિ કંઈ રીતે મેળવવી તેનું માર્ગદર્શન  મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.