• વધતા જતા ધાર્મિક સંઘર્ષો વચ્ચે આ ઉજવણી આજના સમયની તાતી જરૂરિયાત છે:  પ્રેમ, વિશ્વાસ અને દયા જેવા ગુણો સહેલાયથી આપણાં મતભેદોને દૂર કરી શકે છે: 2010માં જોર્ડનના રાજા દ્વારા આ  સપ્તાહ ઉજવણીની દરખાસ્ત  કરતા, દર વર્ષે આ માસનાં પ્રથમ વીકમાં   વૈશ્ર્વિક  ઉજવણી થાય છે
  • લવ ઓફ ધ ગુરૂ અને લવ ઓફ ધ  નેબર જેવા કમાન્ડમેન્ટસનો મંત્ર દરેકને સદભાવના, દયા-દાન અને પ્રેમસભર વાતાવરણ નિર્માણ કરે છે: આપણા પૌરાણિક શાસ્ત્રો વાંચવાથી એક વિશ્વાસ સાથેની પ્રાર્થના અને જીવન જીવવાની વિવિધ રીતો સમજાય છે

આજના સમયની તાતી જરૂરિયાત વિશ્વ શાંતિ છે,અને બધા દેશો તેના પાડોશી દેશો કે અન્ય દેશો સાથે હળી મળીને રહે. પૃથ્વીવાસીઓ એક બીજા પ્રત્યે પ્રેમ લાગણી, દયા, સહયોગ જેવા ગુણો થકી જ એકતા સાથે શ્રેષ્ઠ જીવન  જીવી શકે છે. આ ફેબ્રુઆરી માસની તા.1 થી  7 સુધી  સમગ્ર વિશ્વમાં વર્લ્ડ   ઈન્ટરફેઈથ હાર્મની વીકની ઉજવણી કરે છે. આ ઉજવણી ધ કોમન વર્લ્ડની  પહેલના  કાર્યો આધારીત છે.   સપ્ટેમ્બર  2010માં  યુએન જનરલ એસેમ્બલીમાં જોર્ડના રાજા અબ્દુલા-રે એ આ વીકની ઉજવણીની દરખાસ્ત કરી હતી, તેના એક માસ બાદ યુએનએ જાહેર કર્યું કે દર  ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ  વર્લ્ડ  ઈન્ટર ફેઈથવીકની ઉજવવામા આવશે.

Let us make the world a wonderful place with patience and humility
Let us make the world a wonderful place with patience and humility

યુએનના આ પ્રયાસો થકી મુસ્લિમ અને ખ્રિસ્તી નેતાઓને બે સામાન્ય મૂળભૂત ઉપદેશો, ભગવાનો પ્રેમ અને પાડોશીનો પ્રેમ વિશે ચર્ચા   કરવા મળી બંને ધર્મના નેતાઓએ ચર્ચા કરી કે કેવીરીતે આમાન્યતા બંને ધર્મમાં કેન્દ્રીત છે. આ  ઉજવણીના હેતુ સર્વધર્મસમભાવનો પણ છે. આ પૃથ્વી પર વસતા લાખો કરોડો લોકો વિવિધ ધર્મો પાણી રહ્યા છે. ત્યારે બધાજ   માનવીઓમાં એકતા સાથે  સમભાવ રહે તે  વિશ્વ શાંતિ માટે જરૂરી છે.  પ્રેમથી દુનિયા જીતી શકાયઅને તેનાથી વિશ્વમાં  શાંતી પણ સ્થાપી શકાય છે.

Let us make the world a wonderful place with patience and humility
Let us make the world a wonderful place with patience and humility

વિશ્વના નાગરીકો વચ્ચે સંવાદિતા રહેઅને તેને પ્રોત્સાહન  મળે તે જરૂરી છે. વિવિધતામાં પણ એકતા અને લોકો તેમની  શ્રધ્ધા  વચ્ચેના દૈવી જોડાણની ઉજવણી કરે છે. આ પહેલાનીઉજવણીનો ઈતિહાસ જોઈએ તો 2005થી શરૂ થયો, જોર્ડનના રાજા  ઈસ્લામના સિધ્ધાંતો વિશે લખે છે. 2007માં અમારી અને   તમારી  વચ્ચેનો એક  સામાન્ય શબ્દ ‘પ્રેમ’ વિશેનો સંદેશ ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મના સામાન્ય ઉપદેશોનું દસ્તાવેજીકરણ કરે છે. 2010થી વર્લ્ડ ઈન્યરફેઈથહાર્મની વીકની ઉજવણી શરૂ થાય છે. 2014માં આંતરધર્મ સંવાદિતાને સફળતા પૂર્વક પ્રોત્સાહન આપવા માટે બુથોને પુરસ્કાર પણ આપવામાં આવેછે.

આજે લોકોને  તમામ ધર્મોનાં   સહિયારા  ધ્યેયો વિશે  જણાવો અને કેવી રીતે   પ્રેમ-દયાએ બધી ધાર્મિક માન્યતા માટે અભિન્ન છે. આપણાં કે બધા ધર્મોના  શાસ્ત્રશે વાંચો અને એક વિશ્વાસ સાથે પ્રાથના  કરીને જીવન જીવવાની વિવિધ   રીતોને સમજવાની કોશિષ કે મદદ કરો.ધર્મ વિશેના  તથ્યોમાં જોઈએ તો વિશ્વમાં સૌથી મોટો  ખ્રિસ્તી ધર્મ, જેમાં અઢી અબજ ખ્રિસ્તીઓ છે.  નાસ્તિકા પણ એક માન્યતા છે, ત્યારે અંદાજીત એક કરોડથી વધુ લોકો અશ્રધ્ધાળુઓ છે. દુનિયામાં સૌથી નાનો ધર્મ રસ્તોકારી છે, જેમાં  6 લાખ લોકો તે પાળે છે. ખ્રિસ્તી ધર્મ,  ઈસ્લામ અને યહુદીધર્મએ અબ્રાહમિક ધર્મો છે, મતલબ કે તેઓ બધા અબ્રાહમના એક સ્વરૂપની  પુજા  કરે છે. વિશ્વનો  બીજા નંબરનો  સૌથી મોટો ધર્મ  ઈસ્લામ છે, જેના બે અબજ ફોલોઅર્સ છે.

Let us make the world a wonderful place with patience and humility
Let us make the world a wonderful place with patience and humility

‘ઈન્ટર ફેઈથ’ હાર્મની  શાંતિને પ્રોત્સહન આપે છે. શાંતિ સાથે એકતામાં જ  લોકોની  ભલાઈનો વિશ્વાસ  સંપાદન કરાવે છે. માનવતા અને સારા કાર્યો થકી આપણને વધુ સારા બનવાની પ્રેરણા મળતી હોવાથી પૃથ્વી પર  વસતા તમામ  લોકોએ આ બાબતે કાર્ય કરવું જરૂરી છે.   કોરોના મહામારી વખતે સમગ્ર વિશ્વ એ એક થઈને આ મહામારી સામે શ્રેષ્ઠ કાર્ય સોના સહયોગ થકી જ પાર પાડયું હતુ. આજે ઘણા દેશો વચ્ચે મતભેદો  હોય શકે પણ તેને વાતચીત ચર્ચા દ્વારા  નિરાકરણ લાવવું બંને  દેશોનાં લોકો માટે સુખાકારી લાવી શકે છે.

આપણે સૌએ એવી દુનિયા નિર્માણ કરીએ જયાં બધા વચ્ચે એકતા શાંતી અને સંવાદિતા હોય તમામ લોકોનાં અધિકારોની રક્ષા કરવી જરૂરી છે. આપણે બધા શાંતી પૂર્વક રહી શકીએ છીએ કારણ કે આપણે ભગવાને પ્રેમ કરીએ છીએ. આપણે બીજા પ્રત્યે એવું વર્તન કરીએ જે આપણે પોતે ઈચ્છીએછીએ. ખોટી માહિતી પાયા વગરનાં આરોપો, સામાજીક વિભાજન હોવા છતાં  વિશ્વાસ, પ્રેમ અને ધીરજથી આવા  પૂર્વગ્રહો અને  અજ્ઞાનને  દૂર શકીએ છીએ.

લોકો વચ્ચે પરસ્પર  સમજણ, સંવાદિતા, અને સહકાર વધારવા માટે વિવિધ ધર્મો અને ધર્મો વચ્ચે સંવાદની અનિવાર્ય જરૂરીયાત છે. તમામ  ધર્મો માન્યતાઓની નૈતિક ૈઆવશ્યકતાઓ, શાંતિ,  સહિષ્ણુતા અને પરસ્પર સમજણ માટે આહવાન કર છે. આંતર ધાર્મિક સંવાદએ શાંતીની સંસ્કૃતિના મહત્વપૂર્ણ પરિણામોની રચના કરે છે.

વિશ્વ આંતર ધાર્મિક સંવાદિતા સપ્તાહની  આ વર્ષની થીમ ‘શાંતિ માટે એકતા’ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.