રાજકોટ હવે કાયમ માટે રામમય રહે એ માટે હું હનુમાનજીને પ્રાર્થના કરીશ: બાપુ માનસ સદભાવના રામકથાના આજે આઠમા દિવસે પૂ. મોરારિબાપુએ એક શ્લોક દ્વારા વૃક્ષ અને વૃદ્ધનો મહિમા ગાયો. તેમણે શ્લોક ટાંક્યો -’મૂલે બ્રહ્મા, ત્વચા વિષ્ણુ, શાખે રુદ્ર મહેશ: પત્રે પત્રે તું દેવસ્ત્રામ, વૃક્ષરાજ નમોસ્તુતે’
પૂ. મોરારિબાપુએ અર્થ કરતાં જણાવ્યું કે જેના મૂળમાં બ્રહ્મા છે, ત્વચા માં વિષ્ણુ છે,શાખામાં મહેશ્વર છે, પાંદડે પાંદડે પરમાત્મા છે તેવા વૃક્ષને અમે પ્રણામ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધ ના ચરણમાં પણ બ્રહ્મા વસે છે, તેમાં પણ વિષ્ણુ અને મહેશ છે માટે વૃક્ષ અને વૃદ્ધને હમેશા પ્રણામ કરવા.
પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે સદભાવના વૃદ્ધાશ્રમ ભારતની પૃથ્વીને હરિત કરવા સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ એમાં જોડાઈ જઈએ. વૃક્ષ અને વૃદ્ધ વિના આપણું કલ્યાણ નથી. ભારતીય પરંપરામાં વૃક્ષ અને વૃદ્ધનું મહિમા ગાન કરવામાં આવ્યું છે. તેમણે શાસ્ત્રોમાં આધાર લઈ વૃદ્ધોને જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ, વૈરાગ્યવૃદ્ધ, ધર્મવૃદ્ધ, સ્મૃતિવૃદ્ધ કહ્યા. તેમણે કહ્યું કે રામકથામાં સાત પ્રકારના વૃદ્ધોનો ઉલ્લેખ છે.
પૂ. મોરારિબાપુએ રાજકોટ હવે રામમય બની ગયું છે તેમ કહી કાયમ માટે રામમય રહે એ માટે પોતે હનુમાનજીને પ્રાર્થના કરશે તેવું પણ જણાવ્યું હતું. તેમણે આજની કથામાં સીતાજીનું વર્ણન કરી ભારતીય નારીની શોભા, શીલ, સ્નેહ વગેરે અલંકારો હોવાનું જણાવ્યું. મહાભારતની કથા યાદ કરીને મહાભારતમાં જે છે તે દુનિયામાં છે અને જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી એવું પણ જણાવ્યું હતું.
પૂ. મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે.પૂ. મોરારી બાપુનો જન્મ તલગાજરડા ગામમાં થયો હતો. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારિબાપુએ મે, 1966માં ગાંઠિલા(તા. વંથલી,જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલું છે. તેમણે 947 કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાં એ.આઈ(આર્ટિફીશિયલ ઇન્ટલીજન્સ)નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
પૂ.મોરારિબાપુએ સનાતન ધર્મનો યજ્ઞમાં પોતાની પૂર્ણ,પુણ્ય આહુતિ આપી છે. પૂ.બાપુ સારા વક્તા તો છે,પણ એટલા જ સારા શ્રોતા પણ છે. વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી બાપુ સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે – દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બાપુ બતાવતા હોય.
રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. 1976માં થઇ હતી ત્યારબાદ 198ર, 1986 અને એ પછી 1998 માં માનસ મુદ્રિકા, ર007 માં માનસ વાલ્મિકી,ર01ર માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિ:સંતાન, નિરાધાર, પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” શરુ થઇ ચુકી છે. આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
રામકથામાં દાતારીએ દાનની ઝોળી છલકાવી
માનસ સદભાવના રામકથાના આઠમા દિવસના પ્રારંભે સુરતના ઉધ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તરફથી 1 કરોડ રૂપિયા, નડિયાદ સંતરામ મંદિર તરફથી રૂપિયા 11 લાખ, કલ્પસર સરોવર સમિતિ તરફથી 11,11,111 નું અનુદાન પ્રાપ્ત થયું.
આ તકે પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જેમ પૂ. જલારામબાપાનું મંદિર અન્નદાન માટે વિખ્યાત છે તેમ નડિયાદમાં સંતરામ મંદિર વિખ્યાત છે. આજે તેમના સંતોએ અહી પધારી સદભાવના વૃદ્ધાશ્રમને રૂપિયા 11 લાખનું અનુદાન આપ્યું છે.
કલ્પસર સરોવર સમિતિના અધ્યક્ષ વિનુભાઈ ગાંધીએ તેમણે મળેલા 11 લાખના અનુદાનમાં 1,111 ઉમેરી સદભાવના વૃદ્ધાશ્રમને એનાયત કર્યા તો સુરતના ઉધ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ 1 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું. વિનુભાઈ ગાંધીએ આ તકે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના છે. આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાનો વહેલી તકે ખાત મુહૂર્ત કરે. આપણે સૌ માંગણી નહીં પણ સહયોગ કરીએ.
જાણીતા મોટિવેશનલ રાઇટર પાર્થ ગિરીશભાઈ કોટેચાએ પૂ. મોરારિબાપુને પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું તો સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના જ હિતેશભાઈ રૂપારેલીયાની ભાણેજ માર્ગીએ પૂ. બાપુને તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું. આજની કથામાં સંતરામ મંદિર, નડિયાદના સંતો, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ડો. ભરતભાઇ બોઘરા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- આજે કથાના આઠમા દિવસે પણ ભાવિકો કથા મંડપમાં ઉમટી પડ્યા હતા.
- રાજકોટ નાગરિક બેંક પરિવારની સદ્ભાવના 11 લાખનું અનુદાન
અત્રે ઉલેખ્ખનીય છે કે રાજકોટ નાગરીક બેંક લી. દ્વારા અગાઉથી ઘોષિત થયેલું 11 લાખનું અનુદાન રાજકોટ નાગરીક બેંક લી. ના સર્વે સતાધીશોએ સામાજિક ઉતરદાયિત્વનાં ભાગરૂપે દિનેશભાઈ પાઠક (ચેરમેન), ડાયરેકટરો જયોતીબેન ભટ્ટ, ચંદ્રેશભાઈ ધોળકીયા, હસુભાઈ ચંદારાણા, બ્રિજેશભાઈ મલકાણ, મૌલીકભાઈ શાહ, અશોકભાઈ ગાંધી તથા પૂર્વ ડાયરેકટર હંસરાજભાઈ ગજેરા, દેવાંગભાઈ માંકડ, એડવોકેટ ડો. માધવ દવે દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક “માનસ સદભાવના” રામકથામાં પધારી સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની સેવા માટે બેંક દ્વારા અગાઉથી ઘોષિત થયેલું 11 લાખનું અનુદાન અપાયું. રાજકોટ નાગરીક બેંક લી. ના આ પ્રેરણાદાયી અનુદાનથી વૃદ્ધાશ્રમના વૃદ્ધોના કલ્યાણ માટેનાં આ સારા કાર્યને પ્રોત્સાહન મળશે.
વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના પૂ.વ્રજરાજ કુમાર મહોદય ઉપસ્થિત રહેશે
માનસ સદભાવના રામકથામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના પૂ. વ્રજરાજ કુમાર મહોદય ઉપસ્થિત રહેશે. વ્રજરાજકુમારજી મહોદય એ જગદગુરુ મદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 18મા વંશજ છે. તેઓ પુષ્ટિમાર્ગ “વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (ટઢઘ)” ની પ્રથમ આધ્યાત્મિક નેટવર્ક સંસ્થાના સ્થાપક અને પ્રેરક છે. વિશ્વના લગભગ 15 દેશોમાં “વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (ટઢઘ)” ની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વભરના 5 કરોડ વૈષ્ણવોને એક કરવા માટે આ પરમ પવિત્રતાની પહેલ છે. તેઓ તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન સાથે, વિશ્વભરમાં 30 હવેલીઓ/સંકુલોમાં લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા ર00,000 થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ લીધો છે. તેમના દ્વારા હજારો બાળકોને ધર્મ અને સંસ્કૃતિ વિશે મૂળભૂત અને સરળ ભાષાલક્ષી જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા સમગ્ર વિશ્વમાં ર50 થી વધુ કથાઓનું પઠન કરવામાં આવ્યું છે. ઘણા લોકોએ તેમની કથાથી પ્રેરિત થઈને વ્યસન છોડ્યું છે.
હિરભક્તોની સેવા કરી સત્કાર્યમાં સ્વયંભુ સહભાગી બની એનએસએસની વિદ્યાર્થીનીઓ
વિવિધ 36 સમિતિના સ્વયંમસેવકો દ્વારા તમામ વ્યવસ્થા સંભાળાઈ રહી છે ત્યારે આ અલૌકિક વૈશ્ર્વિક રામકથામાં મુખ્ય ડોમ પાસે આયોજકો દ્વારા શિલાપૂજન વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મુખ્ય દાતાઓ દ્વારા શિલાપૂજન કરાવવામાં આવે છે. આ પૂજન કરાયેલી શિલાને નવનિર્મિત સદભાવના વૃધ્ધાશ્રમના બાંધકામના ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે મહેમાનોનું સ્વાગત કક્ષની અંદર સ્વાગત વિધિમાં શીલાપૂજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં ભુદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મહેમાનો શિલાપૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે ત્યારે સ્વાગત કક્ષ ખાતે વી.વી.આઈ.પી. અને મુખ્ય મહેમાનોની બેઠક વ્યવસ્થામાં વહેલી સવારથી બપોરના ર.00 વાગ્યા સુધી એન.એસ.એસ.ની 4પ વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી, કથામાં આવેલ હિરભક્તોની સેવા કરી આ સત્કાર્યમાં સ્વયંભુ સહભાગી થઈ રહ્યા છે. ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે આ ‘માનસ સદભાવના’-વૈશ્ર્વિક રામકથાના સુંદર આયોજનમાં શહેરના આર.આર.પટેલ કોલેજની 1પ વિદ્યાર્થીનીઓ, જે.એચ. ભાલોડીયા કોલેજની 1પ વિદ્યાર્થીનીઓ, કણસાગરા મહિલા કોેલેજની 1પ વિદ્યાર્થીનીઓ સહિત 4પ બહેનો એન.એસ.એસ. વોલેન્ટીઅર તરીકે પોતાની સેવા આપી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ પિરવાર દ્વારા એન.એસ.એસ.ની આ વિદ્યાર્થીનીઓની સેવાને બિરદાવાઈ હતી.
રામકૃષ્ણ આશ્રમની શુભેચ્છા મુલાકાત લેતાં પૂ.મોરારિબાપુ
મનની શાંતિ માટેનું અને હળવાશથી ભરપૂર તેવા રામકૃષ્ણ આશ્રમની મોરારીબાપુએ શુભેચ્છા મુલાકાત લીધી, તે આશ્રમ કમ મંદિર છે , એ જ કેમ્પસમાં લાઇબ્રેરી અને હોસ્પિટલ પણ છે. તે અંતર્ગત રામકૃષ્ણ આશ્રમના સંતો મહંતો સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો. આ ઉપરાંત મહંતોએ મોરારીબાપુને રામકૃષ્ણ પરમહંસની મૂર્તિ આપી ભેટ રૂપે આપી સન્માનિત કર્યા હતા.
પ0થી વધુ સિક્યુરીટી ગાર્ડ-બાઉન્સરોની કાબિલેદાદ વ્યવસ્થા
રાજકોટના આંગણે આ સુંદર અને સુચારૂ આયોજનમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી.ની વ્યવસ્થા, કથા શ્રવણ અર્થે આવતા શ્રાવકોની સધન સુરક્ષ્ાા, ભોજન વ્યવસ્થા, પાર્કિગ વ્યવસ્થાના સુચારૂ આયોજન માટે સવારે 9:00 થી બપોરે 4:00 રાજકોટ પીડીયુ સીવીલ હોસ્પિટલ ખાતે એમ઼જે. સોલંકી- ગીરીરાજસિંહ રાઠોડ સંચાલિત સિક્યુરીટી એજન્સીના પુરૂષ અને મહિલાઓ સહિત 30થી વધુ સિક્યુરીટી ગાર્ડ, 10 બાઉન્સરો