સુંદર દેખાવું દરેક યુવતીની ઇચ્છા હોય છે. પરંતુ રોજ રોજ પાર્લર જાવું અને મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવો એ કોઇ નથી ઇચ્છતું સામાન્ય રીતે યુવતીઓ ઇચ્છે છે કે કંઇક એવું થાય કે જેનાથી ઘરે બેસીને જ રુપિયા ખર્ચ કર્યા વગર સુંદર દેખાવ પ્રાપ્ત કરી શકાય તો આવો જાણીએ મોંઘી બ્યુટી પ્રોડક્ટની જગ્યાએ ફળોની છાલનો ઉપયોગ કરી સુંદર કેવી રીતે નિખારી શકીએ….?
સંતરા : વિટામીન સી થી ભરપુર સંતરા ખાવામાં અને લગાવવામાં ખૂબ લાભદાઇ રહે છે ત્યારે સંતરા ખાધા બાદ તેની છાલને સુકવી ભુકો કરી લેવો એમાં થોડુ ગુલાબજળ નાખી નહાવાથી પહેલાં ચહેરા પર લગાવો થોડા જ દિવસોમાં તમને ફર્ક દેખાશે.
કેળા : સસ્તું અને સહેલાઇથી દરેક ઋતુમાં મળી રહેતુ ફળ એટલે કેળું. જેમાં અનેક ગુણ રહેલાં છે. કેળાની છાલને પીસીને એમાં થોડુ દૂધ ઉમેરી અને એ પેસ્ટને ચહેરા પર લગાવો ચહેરા સીવાય કેળાની છાલનો ઉપયોગ તમારા વાળ માટે પણ કરી શકો છો. જેમાં કેળાની છાલની પેસ્ટમાં થોડુ દહીં ભેળવી વાળમાં લગાવો અને થોડીવાર રાખ્યા વગર વાળ ધોઇ નાખો.
પપૈયું : તમારા પેટને દુરુસ્ત રાખવાની સાથે પપૈયુ તમારી સુંદરતાને પણ વધારે છે બસ એના માટે પપૈયાની છાલને તમારા ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો થોડીવાર બાદ ચહેરો સાફ કરી નાખો. આટલું કરવાથી ચહેરા પરનાં ડાઘા દૂર થશે આ ઉપરાંત પપૈયાની છાલની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો. અને થોડા દિવસોમાં જ નીપરેલી ત્વચાનો અહેસાસ કરી શકો છો.
તો આ હતા થોડા ઘરેલું ઉપચાર જેમાં વગર ખર્ચે ચોક્કસપણે ચહેરાની સુંદરતા વધારી શકો છો.