ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનદીબેન પટેલ ફેસબુક પર રાજીનામું આપી બધાને ચોંકાવી દીધા હતા, ત્યારે તાજેતરમાં જ આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને પત્ર લખી પોતે ચૂંટણી લડવા ન માગતા હોવાનું જણાવ્યું હતું. પત્રમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, હવે 75 થયા છે. મને ક્યારેય ભાજપ પક્ષે કંઇ કહ્યું નથી, પરંતુ હવે મારે ચૂંટણી લડવી નથી.
આનંદીબેને પટેલે અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું 1998થી ધારાસભ્ય છું અને દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવી છે, ત્યારે હવે 75 વર્ષ થયા છે. મારે ચૂંટણી લડવી નથી. ઘાટલોડિયાની ટિકિટ અન્ય કોઇ સક્ષમ કાર્યકર્તાને આપો. સાથે આનંદીબેને સ્પષ્ટતા પણ કરી છે કે, મને ભાજપ પક્ષ દ્વારા કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ તેઓ પોતે સ્વેચ્છાએ જ ચૂંટણી લડવા માગતા નથી તેવું જણાવ્યું છે.