જય વિરાણી, કેશોદ
ગુજરાત રાજ્ય સરકારનાં નવાં મંત્રીમંડળમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને રાજ્ય કક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે કેશોદ ધારાસભા મતવિસ્તારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને ઠેર-ઠેર અભિવાદન સ્વાગત સન્માન સમારોહ યોજવામાં આવે છે. આજે કેશોદનાં અજાબ ગામ દ્વારા ગુજરાત રાજ્ય મંત્રી દેવાભાઈ માલમનો અભિવાદન સમારોહ કોળી સમાજ ખાતે યોજાયો હતો.
અજાબ ગામે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં જુનાગઢ જીલ્લા સહિતના ભાજપના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.કેશોદના અજાબ ગામ સમસ્ત યોજાયો અભિવાદન સમારોહમાં મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓ અને અગ્રણી આગેવાનો દ્વારા દેવાભાઈ માલમને શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છથી અને હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કેશોદના અજાબ ગામે કોળી સમાજ ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં અજાબ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રી દેવાભાઈ માલમે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોનો હું કાયમી ધોરણે રુણી રહીશ અને આપના વિસ્તારના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય મને જાણ કરશો તો ઉકેલવા પ્રયત્નશીલ રહીશ.