સાવરકુંડલાના દિવ્યાંગ લેખિકા દિપ્તીબેન ગજજર પોતાના લેખન કૌશલ્ય અને મજબુત મનોબળ દ્વારા અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે
સાવરકુંડલાના એક લેખિકા દિપ્તીબેન ગજજર કે જેઓ દિવ્યાંગ છે. તેમ છતાં તેઓ પોતાની સૂજબૂજ લેખન કૌશલ્ય અને મજબૂત મનોબળ દ્વારા અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે.
એક અનોખી કહાની સાવરકુંડલામાં જોવા મળી છે તેઓ દિવ્યાંગ છે તે ચાલી નથી શકતા તેમનું મન મક્કમ છે તેઓ રાઈટર તરીકે કામ કરે છે એમાં દિપ્તીબેન કાંતિભાઈ ગજ્જર તેઓ ની કહાની માં દિપ્તીબેન નવ મહિનાના હતા ત્યારે તેમના પાડોશીના બહેન રમવા લઈ ગયા હતા ત્યારે સીવવાના સીવણ મશીન ઉપરથી પડી ગયા ત્યારથી તેને પુરા શરીરમાં પોલીયો થઈ ગયો હતો કાંતિભાઈ દીકરી માટે બહુ દવા કરી અત્યારે દિપ્તીબેન ના પગમાં નોર્મલ તકલીફ છે તેઓ દસ ભણેલા જણાવે છે દિપ્તીબેન ની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હતી એટલે તેવો વધારે ભણી શક્યા નહીં. તેઓ રાઈટર તરીકે કામ કરે છે સારી કવિતા ઓ લખે છે. તેમાં આ કવિતા છે.
આવ જિંદગી તને વધાવી લવ જે મળ્યું છે કર્મ માં તેને સ્વીકારી લવ લખ્યા લલાટે લેખ મારાં . ના કરવી મારે ફરિયાદ એમની આવ જિંદગી તને વધાવી લવ. કવિતા દ્વારા જણાવે છે દિપ્તીબેન ગજ્જર તેઓ કવિતા સુવિચાર પણ સારા લખે છે તેઓના પણ લેખ આ ઘણી જગ્યાએ ઉલ્લેખો પણ કરવામાં આવેલ છે સેલ્યુટ છે દિપ્તીબેન તેઓએ દિવ્યાંગ હોવા છતાં તેઓ રાઈટર તરીકે કામ કરે છે સલામ છે આવી દીકરીઓને કે તેઓ પોતાના પગભર થઈ પોતાથી થાય તેટલું કામ કરે છે.
દિપ્તીબેન રચિત સુંદર કવિતા
જન્મ આપી તરછોડયો માવતરે પાગલ કહી પારકો કર્યો પોતાના એ. પરિવારથી અળગો કરી રસ્તે રઝડતો મુક્યો એક પાગલને! લોકો એ પથથર મારી ,ધિક્કાર કર્યો પાગલ ને. એક ટંકનું ભોજન માટે માગતો હતો લોકો પાસે ભીખ હુ !તરસ લાગે તો પાણી માટે તરસતો હતો પાગલ હું! ફૂટપાથ પર બેસી ઠંડીમાં કાંપતો હતો હું ! ભર ચોમાસે વરસાદ થી ભીજાતો હતો પાગલ હું !ત્યારે બે સહારો આપતા સાથી બન્યા ભકત રામતણા મને! આશરો આપી માનવ મંદિરે સ્વીકાર્યા પાગલ ને તમે. બસ મળી છે સજા અમને કર્મ ની, માંગુ બસ એક દુવા મસ્તક નમાવી પ્રભુ કને!કે દરેક શહેરગામમાં થાય એક માનવ મંદિરની સ્થાપના. હર એક પાગલનો સ્વીકાર કરે મંદિરની ભગવાનની સરવી દુનિયામાં ! રહે ન બિચારો કોઈ પાગલ પ્રભુ તમારી આ દુનિયામાં.