હેલ્લો કિટી ગ્રુપ દ્વારા વિરાણી બેરામૂંગા શાળાની ધોરણ સાત, નવ, દસના વિદ્યાર્થીનીઓને કુકીંગ એકસપર્ટ રિટાબેન તન્ના દ્વારા અવનવા સ્ટારટર બનાવતા શિખવાડવામાં આવ્યા હતા.
અબતકની વાતચીત દરમિયાન કુકીંગ એકસપર્ટ રિટાબેન તન્ના એ જણાવ્યું કે તેના આંગણે વિરાણી બેરામુંગા શાળાની વિદ્યાર્થીનીઓ કુકીંગ શિખવા આવી છે. અને હું તેમને ચિઝબોલ, કોર્ન પોપેટો કટરોલ, ચાઈનીલ સ્પ્રીંગ રોલ તથા પનીર સિગાર વગેરે જેવા સ્ટારટર બનાવતા શિખવાડવાની છું અને મને તેમને શિખવાડતા ખૂબજ આનંદ થાય છે. આ વિદ્યાર્થીનીઓ શિવાની મહેતાએ ઓર્ગેનાઈઝડ કરેલ શેફ ઓફ ગુજરાતમાં ભાગ લેવાની છે. ત્યાં તેઓ સ્ટારટર બનાવશે.
અબતકની વાતચીત દરમિયાન હેલ્લો કિટી ગ્રુપના પા‚લબહેનએ જણાવ્યું કે ૬ જાન્યુઆરીના રોજ શેફ ઓફ ગુજરાતમાં વિરાણી બેરા મુંગા શાળાની વિદ્યાર્થીનીઓ ભાગ લેવાની છે. તેનામાટે રિટાબેન તન્ના કુકીંગ એકસ્પટ વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારના સ્ટારટર બનાવતા શિખવાડયા છે. અને હું તેમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તેમણે સરસ રીતે વિદ્યાર્થીનીઓને સ્ટારટર બનાવતા શિખવાડયું હતુ.