મહોત્સવની પુર્ણાહૂતિ, બીએપીએસ સંસ્થા દ્વારા માનવ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય અવિરતપણે ચાલુ જ રહેશે: માનવ ઉત્કર્ષ મહોત્સવનું મંત્ર મુગ્ધ મેનેજમેન્ટ.
બ્રહ્મસ્વ‚પ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ.પૂ.મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટમાં રેસકોર્ષ ખાતે ઉજવાયેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં સાત દિવસ દરમ્યાન ૨,૨૫,૦૦૦થી પણ વધુ ભાવિક જનતાએ લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ સમગ્ર મહોત્સવના સાત દિવસ દરમ્યાન કોઈ પણ જગ્યાએ અવ્યવસ્થા કે અરાજકતા સર્જાણી હતી જેનું કારણ હતું સુઆયોજીત મેનેજમેન્ટ. કોઈપણ ભાવિકને ગ્રાઉન્ડમાં પ્રવેશતાથી સાથે જ પાર્કિંગ વિભાગના કાર્યકરોની સુચના મુજબ લાઈન બદ્ધ રીતે વાહનો પાર્ક કરાવવામાં આવતા. મહોત્સવના સભા સ્થળમાં પ્રવેશતાથી સાથે જ કાર્યકરોની સુચના મુજબ લાઈન બદ્ધ આવતા સૌ કોઈ ભાવિકોને દરરોજ વિશિષ્ટ પ્રસાદ, પાણીના પાઉચ તેમજ બુટ-ચંપલ માટે બેગ આપવામાં આવતી. ત્યારબાદ સૌ કોઈ કાર્યકરોની સુચના મુજબ સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરતા. સભાજનો માટે ૨ વિશાળ એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવેલી અને સૌ કોઈ પૂ.અપૂર્વમુનિ સ્વામીની કથાનો લાભ લઈ કૃતાર્થતાની લાગણી અનુભવતા હતા.
મહોત્સવ સ્થળે પ્રવેશતા જ જમણી તરફ ૬૦ ફુટ ૫૦ ફુટના વિશાળ ડોમમાં વ્યસનમુકત જીવનની પ્રેરણા આપતું પ્રદર્શન બનાવવામાં આવ્યું હતું. જેનુ સંચાલન બીએપીએસના બાળ કાર્યકરો અને ૫૦થી વધુ બાળકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલું. આ પ્રદર્શનમાં વ્યસનોએ વરેલા વિનાશનું આબેહુબ ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ બાળકો પ્રદર્શનની મુલાકાત લેનાર પ્રત્યેક વ્યકિતને વ્યસનની ભયાનાકતા સમજાવી વ્યસનમુકત જીવન જીવવાની પ્રેરણા આપતા.
માનવ ઉત્કર્ષ મહોત્સવ નગરમાં પ્રવેશતા જ ડાબી તરફ માનવના ઉત્કર્ષની દિશા દર્શાવતું માનવ ઉત્કર્ષ પ્રદર્શન રચાયુ હતું. આ પ્રદર્શનની મુલાકાતે સાત દિવસ દરમ્યાન ૧,૦૦,૦૦૦થી વધુ મુલાકાતીઓ પધાર્યા હતા. જેમણે માનવજીવનની સાચી દિશા પ્રાપ્ત કરેલ. બીએપીએસની ૫૦થી વધુ યુવતીઓએ છેલ્લા ૧૫ દિવસથી સખત અને સતત પુરુષાર્થ કરી સમગ્ર આયોજન કર્યું હતું.
આ પ્રદર્શમાં વિવિધ રજુઆતો કરવામાં આવેલ. જેમાં પરમાત્માના અલૌકિક સર્જનોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. પરમાત્માના બધા જ સર્જનોમાં શ્રેષ્ઠ સર્જન એટલે પૃથ્વી. પૃથ્વી પર પણ ૮૪,૦૦,૦૦૦ જીવોનું અસ્તિત્વ છે. મનુષ્યે ટેકનોલોજીની સહાયતાથી કેવી પ્રગતિ કરી છે છતા પ્રશ્ર્નોની પરંપરા કેમ સર્જાય છે ? ચોરી, ખૂન, લૂંટ, બળાત્કાર, હત્યા, મારામારી, ભ્રષ્ટાચાર વગેરે પાછળ કોણ જવાબદાર છે ? આ બધાનું મૂળ કારણ માનવ પોતે જ છે. ત્યારે આ પ્રશ્ર્નો વચ્ચે સાચો માર્ગ, સાચી દિશા જેમણે પ્રત્યેક મનુષ્યને બતાવી છે તેવા વિશ્ર્વવંદનીય સંત પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે કરેલા માનવ ઉત્કર્ષની ઝલક દર્શાવવામાં આવી હતી. માનવ ઉત્કર્ષ પ્રદર્શન નિહાળી મહાનુભાવોના મુખમાંથી સરી પડેલા હૃદયોદગારમાં શ્રીમતી અંજલીબેન ‚પાણીએ જણાવ્યું હતું કે, માનવ ઉત્કર્ષ પ્રદર્શન ખરેખર રાજકોટના બધા જ લોકોને જોવા જેવું છે. ખૂબ સરસ છે. ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા માનવ ઉત્કર્ષ પ્રદર્શન મારા માટે એક સૌભાગ્ય, એક અવસર છે તેમ કર્યું હતું. જીતેનભાઈ જીવરાજાનીએ સાચા અર્થમાં માનવમાં તેમની પોતાની ઓળખ કરાવનારુ તથા તેમની પોતાની માનસિક અથડામણનું નિરાકરણ લાવવા માટેનું શ્રેષ્ઠ પ્રદર્શન જણાવ્યું હતું. જવલંતભાઈ છાયાએ જણાવ્યું હતું કે, અત્યંત અદભુત છતા વાસ્તવિક. આ સામાન્ય પ્રદર્શન નથી. પરંતુ અનોખુ પ્રદર્શન છે.સપ્ત દિવસીય આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં યુવાનો દ્વારા વિવિધ સંસ્કૃતિ પોષક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
પ્રેરણાત્મક સંવાદો
આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં યુવાનો દ્વારા જુદા-જુદા ત્રણ સંવાદો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં દ્વિતીય દિને ‘સંજીવની’ સંવાદ રજુ કરાયો હતો. બીએપીએસ સંસ્થાના વિદ્ધાન સંત દ્વારા લિખિત ‘સંજીવની’ સંવાદમાં પરિવારમાં એકતાના મૂલ્યો દ્રઢ થાય તે માટે ઘરસભાનો સુંદર સંદેશ અપાયો હતો. અટલાદરા છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા આ સંવાદની અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવેલ. મહોત્સવના ચતુર્થ દિને ‘તન્નુ’ સંવાદ રજુ કરવામાં આવ્યો હતો.
ઉત્સાહ પ્રેરક નૃત્યો
આ મહોત્સવમાં રાજકોટ યુવાવૃંદના થનગનાટ ભર્યા નૃત્યોએ દર્શકોના દિલ જીતી લીધા હતા. ‘એકતા હૈ શકિત હમારી’ નૃત્યએ સૌના હૈયામાં દેશભાવના પ્રજવલિત કરી હતી. જેમાં ભારતની ગૌરવભરી અસ્મિતાને પ્રદર્શિત કરવામાં આવી હતી.
બ્રહ્માનંદમ-હાસ્યની સરવાણી
વિશ્ર્વ વિખ્યાત હાસ્ય કલાકારો ધી‚ભાઈ સરવૈયા તથા જગદીશભાઈ ત્રિવેદી દ્વારા હાસ્યની છોળો ઉડાવતા કાર્યક્રમો યોજાયા હતા. ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ૨૦૦૦થી વધુ સ્વયંસેવકોએ પ્રગટ ગુરુહરિ પ.પૂ.મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે છેલ્લા એક મહિનાથી ભગીરથ સેવા કાર્ય કર્યું હતું. આ માનવ ઉત્કર્ષ મહોત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું જેની મહોત્સવમાં પધારેલ લાખો લોકોએ નોંધ લીધેલી. આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી તથા પૂ.અપૂર્વમુનિ સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના ૨૦૦૦થી વધુ સમર્પિત સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલું હતું