યુનિવર્સિટીના ઈંગ્લીશ ભવનમાં બે દિવસીય એડ ફિલ્મ મેકીંગ વર્કશોપનું રંગેચંગે સમાપન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલ, ઈગ્લીશ ડિપાર્ટમેન્ટ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ અને એડ ફિલ્મ મેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે દિપ પ્રાગટય કરી વર્કશોપ ખુલ્લો મુકયો હતો.
આ બે દિવસીય વર્કશોપમાં ચીફ ગેસ્ટ તરીકે એપેક્ષ એડવર્ટાઈઝીંગના તુષારભાઈ જવેરી અને મનનભાઈ સોની ખાસ હાજર રહ્યાં હતા.
આ બે દિવસીય ચાલેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓને એડ ફિલ્મ મેકીંગ અંતર્ગત પ્રેકટીકલ જ્ઞાન આઈએસઆરઓના એકસ પ્રોજેકટ મેનેજર કમલેશ ઉદાસીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સાથો સાથ આ વર્કશોપમાં યુનિવર્સિટીના જર્નાલીઝમ વિભાગના હેડ નીતાબેન ઉદાણી અને અન્ય સ્ટાફગણોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી જ્ઞાન મેળવ્યું હતું.
વકતા કમલેશ ઉદાસીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જર્નાલીઝમ ડીપાર્ટમેન્ટમાં ૨૨ અને ૨૩ જાન્યુઆરી એમ બે દિવસીય ફિલ્મ એડ મેકીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા સાત વર્ષથી આવું આયોજન કરવામાં આવે છે. ટૂંકમાં તમારો સંદેશો કોઈને પહોંચાડવાનો હોય તો એ એડ ફિલ્મ છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને થીયરીનું જ્ઞાન આપવામાં આવ્યું. ટેકનીકલ કઈ રીતે ઉપયોગ કરવો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને વિષય આપવામાં આવ્યા અને ફિલ્મ બતાવાનું કહ્યું. વિદ્યાર્થીઓએ ખૂબજ સારી રીતે ભાગ લીધો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટના ડીન નીતાબેન ઉદાણીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પત્રકારત્વ ભવનમાં વિદ્યાર્થીઓ રેગ્યુલર લેકચરમાં થીયરી વિષયક અભ્યાસ કરતા હોય છે. પરંતુ પ્રેકટીકલ તાલીમ હોતી નથી. દર વર્ષે આવા વર્કશોપનું આયોજન કરીએ છીએ. વિદ્યાર્થીઓમાં જે આવડત રહેલી છે તેને બહાર લાવવાના હેતુસર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.