પાટીદારોની વસતી ધરાવતા ગામડાઓમાં ટકાવારી ઓછી રહેતા કુંવરજીભાઈ બાવળીયાના જીતવાના સંજોગો વધુ ઉજળા બન્યા: કોળી સમાજ અને ઈત્તર વર્ગનું બહોળુ મતદાન કોંગ્રેસ માટે નુકશાન કારક

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ધાર્યા કરતા ઓછુ મતદાન થવાથી ભાજપને ફાયદો થયો છે. પાટીદારોની વસ્તી ધરાવતા ગામડાઓની ટકાવારી ઓછી રહેતા કુંવરજીભાઈ બાવળીયાના જીતવાના સંજોગો વધુ ઉજળા બન્યા છે. કોળી સમાજ અને ઈત્તર વર્ગનું બહોળુ મતદાન કોંગ્રેસ માટે નુકશાનકારક સાબીત થયું છે. હાલ તો બન્ને પક્ષ જીતવાના દાવા કરી રહ્યાં છે. પરંતુ રવિવારે મત ગણતરીના દિવસે પ્રજાએ કોને પસંદ કર્યા છે તેનો ફેંસલો થશે.જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. સવારે ૮ થી ૫ વચ્ચે થયેલા મતદાનની ટકાવારી ૭૧.૨૭એ પહોંચી હતી. જસદણના આ ચૂંટણી જંગમાં ગત વિધાનસભાની ચૂંટણી કરતા ૨.૨૧ ટકા જેટલું મતદાન ઘટયું હતું. ગઈકાલે થયેલા આ મતદાનમાં પાટીદારોની વસ્તી ધરાવતા ગામડાઓમાં થોડા અંસે નિરશતા જોવા મળી હતી. પાટીદારોના આ ગામડાઓમાં મતદાનની ટકાવારી નીચી રહી હતી. જેના કારણે ભાજપને ફાયદો થવાનો છે અને કોંગ્રેસને નુકશાન થવાનું છે.

જસદણના આ પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપ અને કોંગ્રેસના બન્નેના ઉમેદવારો કોળી સમાજમાં હતા. ગઈકાલના મતદાનમાં કોળી સમાજ તેમજ ઈત્તર વર્ગે મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. જયારે પાટીદારની વસ્તી ધરાવતા ગામડામાં ઓછું મતદાન નોંધાયું છે. જાણકારોના જણાવ્યા મુજબ કોળી સમાજ તેમજ ઈત્તર વર્ગ કુંવરજીભાઈ તરફ વળ્યા છે. જયારે પાટીદાર સમાજના મોટાભાગના મતો કોંગ્રેસના અવસરભાઈને મળવાના હતા. પરંતુ પાટીદારની વસ્તી ધરાવતા ગામડાઓમાં ઓછુ મતદાન નોંધાતા કોંગ્રેસને સીધો ફટકો પડે તેમ છે.

હાલ તો ભાજપ અને કોંગ્રેસ આ બન્ને પક્ષના ઉમેદવારો પોત-પોતાની જીતના દાવા કરી રહ્યાં છે. ઉપરાંત બન્ને ઉમેદવારો પોતાને મળવાની લીડની પણ ભવિષ્યવાણી કરી રહ્યાં છે. પરંતુ ખ‚ ચિત્ર તો રવિવારે મત ગણતરીના બાદ જ લોકો સમક્ષ આવશે. વધુમાં બુકિ બજારમાં પણ ભાજપના કુંવરજીભાઈ બાવળીયા હોટ ફેવરીટ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.