કોરોનાના પીકઅપ વખતે પણ નાના બાળકોને બહુ જ ઓછી અસર થઇ હતી આજે પણ બાળકોમાં વેકસીન વગર પણ બહુ જ ગંભીર ઇન્ફેકશનનો લાગ્યા નથી બાળરોગ નિષ્ણાંત યજ્ઞેશ ત્રિવેદી
અબતક અરૂણ દવે-ુરાજકોટ
આજકાલ રોગચાળાની સિઝન ચાલી રહી છે ત્યારે કોરોનાના અંતિમ તબકકામાં પણ નાની મોટી બિમારી શહેરમાં જોવા મળી રહી છે તેમાં સૌથી મહત્વની વાતમાં નાના બાળકો કે જેને ઇન્ફેકશન લાગવાની શકયતા વધુ હોવા છતાં આજકાલ બાળકોમાં સામાન્ય શરદી, તાવ, ઉઘરસ જેવા ઝડપથી મટી શકે તેવી બિમારીઓ જોવા મળે છે. બધાને રસી અપાય છે ત્યારે નાના બાળકોને તો હજુ રસી પણ નથી અપાય છતાં તેની કોઇ ગંભીર લક્ષણો કે બિમારી દેખાતી ન હોવાના કારણોમાં તેનામાં ઇમ્પુન સિસ્ટમ ડેવલપ થતા હોય ને ઇન્ફેકશનો ઓછા રીએકટ કરતું હોવાનું જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. યજ્ઞેશ ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
નાના બાળકોમાં શરદી, તાવ, ઉઘરસ જેવી સામાન્ય બિમારી સિવાય અન્યો ઇન્ફેકશનો જોવા મળતા નથી
નાના બાળકોની તઁદુરસ્તી સારી રાખવા મા-બાપે તેને ઘરની તમામ સારી વસ્તુઓ ખવડાવવી ને બહાર ખોરાક ન ખવડાવો તો હાલના વાતાવરણમાં તે ઇન્ફેકશનથી દુર રહે છે. શાળા કે બાલમંદિરો શરુ થઇ ગયા હોવાથી પ્રાથમિક પ્રિકોશન લેવા જરુરી છે.
બાળકોના આહાર ઉછેરમાં મા-બાપ કે પરિવારની સાવચેતી કે સમજ જરુરી ભૂમિકા ભજવતી હોવાથી મા-બાપે આ બાબતે જાગૃત થવાની જરુરી છે.