• આજે વિશ્ર્વ આલ્બિનિઝમ જાગૃતિ દિવસ
  • આવા લોકો 30થી 40 વર્ષની વય વચ્ચે ચામડીના કેન્સરથી મૃત્ય પામે છે: આવા લોકો નિયમિત આરોગ્ય તપાસ, સનસ્ક્રીન, સનગ્લાસ અને સનપ્રોડકટીવ કપડાનો જીવન બચાવ માટે ઉપયોગ કરીને આનંદથી જીવે છે: ચામડીના રંગને કારણે ભેદભાવનો સામનો કરે છે
  • આ સ્થિતિ વંશીયતાને ધ્યાને લીધા વગર અને વિશ્ર્વના તમામ દેશોમાં બંન જાતીઓમાં જોવા
  • મળે છે: તે વાળ-ત્વચા અને આંખોમાં  પિગમેટેશન (મેલેનિન)ની અછતમાં પરિણમે છે,
  • જે સૂર્ય અને તેજસ્વી પ્રકાશ માટે નબળાઈનું કારણ બને છે, પરિણામે આવી ક્ષતિ ધરાવતા તમામ લોકોદ્રષ્ટિની ક્ષતિ ગ્રસ્ત છે

સફેદ ડાઘ અને કોઢ આ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે,કોઢને આલ્બિનિઝમ તરીકે ઓળખાય છે, તે આનુવંશિક સ્થિતિ છે. જે માતા-પિતા તરફથી વારસામાં મળે છે.વંશિયતા કે લિંગને ધ્યાનમાં લીધશ વિના વિશ્ર્વભરમાં જોવા મળે છે. આજે ઈન્ટરનેશનલ  આલ્બિનિઝમ અવેરનેશ કે છે. આ વર્ષની થીમ સામુહિક પ્રગતિનો  દશકો છે. આવી સમસ્યા ધરાવતા લોકોનાં વાળ, ચામડી અને  આંખોમાં મેલેનીન  રંગદ્રવ્યનો સામાન્ય અભાવ જોવા મળે છે, ર્સૂના  સંપર્કમાં નબળાઈનું કારણ બને છે,જે ત્વચાનું  કેન્સર અને ગંભીર દ્રષ્ટિની ક્ષતિ તરફ દોરી જાય છે. તેમના સ્વાસ્થ્ય પડકારો ઘણા હોય છે. અને તેની ચામહી કેન્સર વિકસાવવા માટે અત્યંત  સંવેદનશીલ છે. વિશ્ર્વના કેટલાક દેશોમાં આલ્બિનિઝમ ધરાવતા લોકો ભેદભાવ, ગરીબી, કલંક,  હિંસા અને હત્યાનો ભોગ પણ બને છે. અમુક દેશોમાં જે સ્ત્રીઓ આવા બાળકને જન્મ આપે તો તેમના પતિઓ તેમને ત્યજી દે છે, કે બાળ હત્યાનો  ભોગ બને છે.

આવી સમસ્યા  ધરાવતા લોકો સામેની હિંસા મોટાભાગે સામાજીક  મૌન અને ઉદાસીનતા દ્વારા પૂરી થાય છે. અને ભાગગ્યે જ તપાસ કે ગુનેગારને સજા કરવામાં આવે છે. તેમના માનવીય અધિકારોનું  રક્ષણ પણ થતું ન હોવાથી આવા દર્દીઓ માનસીકયાતના ભોગવે છે. આ એક મહત્વપૂર્ણ જાહેર  આરોગ્ય ચિંતા છે. જે વિશ્ર્વભરમાં દર વીસ હજાર લોકોમાંથી એક વ્યકિતને અસર કરે છે. આ સમસ્યા કાળી ત્વચા સાથે જન્મેલા લોકોમાં વધુ જોવા મળે છે. વિશ્ર્વભરમાં તે   20 હજાર  લોકો પૈકી એકમાં જોવા મળે છે. આ દિવસની ઉજવણીનો હેતુ માનવ ત્વચા અને વાળનાં  રંગની વિધિવતાને સમજવા અને સ્વીકૃતિ ને પ્રોત્સાહન આપવાનો પણ છે,તેને પડતી મુશ્કેલીમાં  વિશ્ર્વનાં તમામ લોકોએ સાથ સહકાર આપવો જરૂરી છે. આવા લોકોને તેના નિવાસ આસપાસ કોઈ અન્યાય ન થાય તે જોવું જરૂરી છે.

આ સમસ્યાની જાગૃતિ, તેની સ્થિતિ, તેના કારણો અને અસરો અને તેનાથી પીડિત વ્યકિતને ટેકો આપવા શુ કરી શકાય તે સંદર્ભેનો પ્રચાર-પ્રસાર સાથે તેને માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. સમાજમાં તેનું જ્ઞાન ફેલાવીને પરિવારોનું પણ જાગૃત કરવાની  જરૂર છે.  2014થક્ષ આ દિવસની વૈશ્ર્વિક ઉજવણી થાય છે. આલ્બિનિઝમ એક દુર્લભ, બીન ચેપી, જન્મજાત હાજર આનુવંશિક રીતે વારસાગત તફાવત છે. વિવિધ અલગ અલગ પ્રકારના કુલ સાત આલ્બિનિયમ (કોઢ) જોવા મલે છષ. માતા-પિતાએ તેને પ્રસાર કરવા માટે જનીન વહન કરવું આવશ્યક છે. આ સમસ્યાથી પીડિત લોકોના ભવિષ્ય માટે સૌએ કટિબધ્ધ થવું પડશે. તેના અધિકારોના રક્ષણ માટે કાનુની નીતિ અને વ્યવહારીક ફેરફારો પર ધ્યાન ખેંચવું પડશે. અમેરિકા અને  યુરોપમાં 17 થી 20 હજાર લોકો પૈકીએક વ્યકિતમાં કોઈને કોઈ પ્રકારનું આલ્બિનિયમ જોવા  મળે છે. તો  ટાંઝાનીયામાં 1400 લોકો પૈકી એક અને આફ્રિકામાં દર હજારે એક  વ્યકિતમાં આવ્યાપ જોવા મળ્યો છે.

આવા  લાકેો મોટે ભાગે  30 થી  40 વર્ષની વચ્ચે ચામડીના કેન્સર ને કારણે મૃત્યુ પામે છે. આ જુથ સૌથી વધુ પાછળ રહી ગયેલામાં  વર્ગીકૃત થયેલ હોવાથી વૈશ્ર્વિક ડેવલપમેન્ટ  ગોલમાા પણ લક્ષ્ય બતાવાયું છે. ચામડી રંગને કારણે ભેદભાવનો પણ સામનો કરતા આ લોકો ઘણીવાર વિકલાંગતા અને રંગ બંને આધારે બહુવિધ અને  આંતરછેદ ભેદભાવનો ભોગ બને છે. ફિલ્મ ઉદ્યોગે લગભગ બધી જ સમસ્યા ચિત્રીતકરી છે, પણ આ દિશા તરફ ધ્યાન નથી ગયું, ફિલ્મ નિર્માતાએ તેને ખલનાયક, રાક્ષસો કે પ્રકૃતિના વિચિત્રમનુ તરીકે દર્શાવવાનું પસંદ કરેલ છે, ખરેખર તો આવા લોકો ભૂત નહી  પણ મનુષ્ય છે.

આલ્બિનિઝમ ધરાવતી વ્યકિતઓ ઉપર અમાનવીય હિંસા અને ભયાનક શારીરીક  હુમલા થાય છે. આજે પણ ઘરા દેશોમા તેને ભૂત કે જાદુઈ માણસો તરીકે  ગણે છે. તેને વિકઅત કરીને મારી નાંખે છે, તેથી તેમના શરીરના  ભાગોને ઉપયોગ મેલી વિધાની ધાર્મિક વીધી માટે થઈ શકે. આફ્રિકાના  સૌથી પ્રભાવશાળી સંગીતકાર માલીનાસલિફકીરાનો જન્મ આલ્બિનિઝમ સાથે થયોહતો. તેણે  2005માં ફાઉન્ડેશનની  રચના કરીને આવા લોકોને ઘણી મહત્વની મદદ કરી હતી. માનવ અધિકારો વિશે દુનિયામાં  ઘણી જાગૃતિ છે, પણ આ સમસ્યા ધરાવતા લોકોના અધિકારો વિશે બહુ ઓછી માહિતી છે. ઓકયુલોકયુટેનિયસ આલ્બિનિઝમ સામાન્ય રીતે  ઓસીએ-1 અને ઓસીએ-2 જેવી વ્યકિતના માતા પતા બંને માંથી પસાર થયેલા આનુવંસિક રીતે અપ્રીય એલીલ્સ (જનીનો)ના જૈવિક વારસાનું  પરિણામ છે. માનવ ટીઆરપી1 જનીનમાં પરિવર્તન મેલેનોસાઈટ ટાયરોસિનેઝ ઉત્સેચકોના ડિરેગ્યુલેશનમાં પરિણમી શકે છે. પરિણામે ઓસીએ-3માં પરિણામે છે. કેટલાક દુર્લભ સ્વરૂપમાં માત્ર એક માતા પિતા પાસેથી વારસામાં મળે છે. સમસ્યાને ઉંડાણમાં  જોઈએ તો 30 લાખ  વર્ષો પહેલા પૂર્વ આફ્રિકામાં તે વિકસીત થયું હતુ. આનુવંશિક  પરિક્ષણ સાથે પુષ્ટિ કરી શકાય, પણ બિન ઓસીએ ડિસ ઓર્ડરના કિસ્સા સિવાય કોઈ તબીબી લાભો પ્રદાન કરતુ નથી. આલિબનિઝમ અનેક સિનડ્રોમનું લક્ષણ હોંય શકે જેમકે એબીસીડી સિન્ડ્રેલ સાંભળવામાં ક્ષતિ, આંખની ક્ષતિ વિશેષ જોવા મળે છે. મૂળ અમેરિકન સંસ્કૃતિમાં તે વિશે જોવા મળે છે. આ સમસ્યાવાળા લોકોને  સતામણી વધુ થાય છે. વારસાગત રીતે સફેદ વાળ સાથે જન્મે છે. આપણાં દેશમાં પણ આવા લોકો જોવા મળે છે, પણ આપણે તેને વિચિત્ર લોકો તરીકે જોઈએ છીએ ઘણીવારતો તેને જોતા ડર પણ લાગે છે.

આલ્બિનિઝમના બે મુખ્ય પ્રકારો

કોઢના બે પ્રકારોમાં ઓકયુલોકયવુટેનીકા આંખો, ત્વચા અને વાળને અસર કરે છે, અને ઓકયુલર માત્ર આંખોને જ અસર કરે છે. તેના વિવિધ પ્રકારો પણ છે.જેના  આધારે જનીનમા પરિવર્તન થયું છે. કેટલાક સાથે ત્યાં કોઈ રંગદ્રવ્ય નથી.  આલ્બિનિઝમના  સ્પેકટ્રમનો બીજો છેડોતેનું જ એકરૂપ છે, જેને રૂફસ ઓકયુલોકયુરેનીસ આલ્બિનિઝમ કહેવાય છે, જે સામાન્ય રીતે કાળી ચામડી વાળા લોકોને અસર કરે છે. તેની આંખોના રંગ મેઘધનુષ  ના રંગો વાદળીથી લીલો કે ભૂરો હોય શકે છે.આવી વ્યકિતમાં તેની ત્વચામાં  શ્યમા રંગદ્રવ્ય મેલાનિનનો સંપૂર્ણ અભાવ હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.