રક્તપિત્તના છુપાયેલા અને વણ તપાસાયેલા કેસો શોધવા સ્થાનિક સ્તરે માઈક્રો પ્લાન મુજબ 635 ટીમ ઘરે ઘરે મુલાકાત લેશે
સમગ્ર વિશ્વમાં તા. 30 જાન્યુઆરીએ વર્લ્ડ લેપ્રસી ડેની ઉજવણી થનાર છે. ત્યારે તે પુર્વે 14 જિલ્લાઓમાં લેપ્રસીના કેસો શોધવા ખાસ અભિયાન શરૂ કરાનાર છે. તે 14 દિવસ ચાલશે. જેમાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને લેપ્રસી એટલે કે રકતપીત્તના દર્દીને શોધવા સર્વે કરશે. રાજયના 14 જિલ્લાઓમાં સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થયો છે. હાલ જિલ્લામાં રકતપીત્તના 21 દર્દીઓ નોંધાયેલા છે.
સરકાર દેશમાંથી પોલીયો, ટીબી, એઈડસ બાદ હવે રકતપીત્ત નાબુદીના પ્રયાસો કરી રહી છે. રાજય સરકારના આરોગ્ય વિભાગે તા. 3 જાન્યુઆરીથી 14 દિવસનું લેપ્રસી ડેટેકશન અભીયાન શરૂ કર્યુ છે. જેમાં રાજયના 14. જિલ્લાઓનો સમાવેશ કરાયો છે. આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. વિભાગના ચોપડે હાલ 21 દર્દીઓ
રક્તપિત્ત શું છે ?
રક્તપીત્ત એ માઈકો બેકટેરીયમલેપ્રી નામના સુક્ષ્મ જીવાણુઓથી થતો એક ચેપી રોગ છે. તે મુખ્યત્વે ચામડી અને ચેતાતંતુઓને અસર કરે છે. તે ત્રણ વર્ષના એકંદર રોપથી આગળ વધે છે. રક્તપીત્ત દરેક ઉંમર અને જાતીના લોકોને થઈ શકે છે. 6 થી 12 મહીનાની સારવારમાં રક્તપીત્ત મટાડી શકાય છે.
અભીયાન થકી રકતપીત્તના વણશોધાયેલા દર્દીઓ શોધી શકાશે અને તેઓની યોગ્ય સારવાર કરી તેઓને આ ચેપીરોગમાંથી મુક્તિ