વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક અપરીણીત મહિલા ૨૦ અઠવાડીયાના કદની ગર્ભાશયની ગાંઠની તકલીફ સાથે આવેલ હતા. હોસ્પિટલના યુવા ક્ધસલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રીશયન અને ગાયનેક લેપ્રોસ્કોપીક સર્જન ડો.મનીષા સિંઘ પટેલ દ્વારા આ મહિલા દર્દીની સારવાર ચાલુ કરવામાં આવી હતી. દર્દીને પેટના નીચેના ભાગમાં સામાન્ય ભરાવા સિવાય અન્ય કોઈ લક્ષણો ન હતા. મુખ્યત્વે આવી ૨૦ અઠવાડીયાના કદની ગાંઠમાં કબજીયાત, માસિકમાં અનિયમીતતા વિગેરે જેવા લક્ષણો હોય છે પરંતુ આ દર્દીને આવા કોઈ જ લક્ષણો ન હતા. જો આટલા મોટા કદની ગાંઠની સારવાર ન કરવામાં આવે તો તે સમયે જતા અત્યંત દુખાવો, તાવ, કબજીયાત તેમજ અમુક કિસ્સામાં કેન્સરની ગાંઠમાં પરિવર્તિત થઈ શકે છે.
આ દર્દીને અન્ય હોસ્પિટલમાં ૧૭ સેન્ટીમીટર જેટલી મોટી ગાંઠના લીધે આખુ ગર્ભાશય પેટ પર ચેકો મુકીને કાઢવાની સલાહ આપવામાં આવી હતી. જેમાં દર્દીને ઓછામાં ઓછુ પાંચ દિવસ દાખલ થવાની જરૂર હોય છે. પરંતુ ડો.મનીષા સિંઘ પટેલે દર્દીને દુરબીનના ઓપરેશનથી ગર્ભાશય બચાવીને માત્ર ગાંઠનું ઓપરેશન કરવાની સલાહ આપી જેમાં દર્દીની સહમતી બાદ તેમને દાખલ કરીને ઉપરોકત જણાવેલ ગર્ભાશયની ૧૭ સેન્ટીમીટર જેટલી મોટી ગાંઠનું દુરબીન અને અન્ય આધુનિક સાધનો વડે લેપ્રોસ્કોપીક માયોમેકટોમીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું તેમજ ઓપરેશનના દિવસથી જ દર્દીને પ્રવાહી ખોરાક માત્ર ચાર કલાકમાં ચાલુ કરવામાં આવ્યો હતો. બીજા જ દિવસે દર્દીને પોતાની દૈનિક ક્રિયાઓમાં જરા પણ તકલીફ ન પડતા અને સંપૂર્ણપણે દર્દરહિત દુરબીનના સફળ ઓપરેશન પછી હળવો આહાર પણ લઈ શકતા હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.સારવારથી સંતુષ્ટ એવા દર્દીએ વોકહાર્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન ડો.મનીષા સિંઘ પટેલને અને વોર્ડ તથા ઓટી સ્ટાફનો આભાર માન્યો અને ઓપરેશન પછીના માત્ર પાંચમાં દિવસે દુરબીનથી થયેલા ઓપરેશનના બધા જ ટાંકા કઢાવીને પોતાના રોજબરોજના કામોમાં વ્યસ્ત થઈને અન્ય દર્દીઓ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.ડો.મનીષા સિંઘ પટેલે જણાવેલ હતું કે, આવા લક્ષણોવાળા દર્દીએ યોગ્ય ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ અને બીટા એચસીજી તેમજ જરૂરી લોહીની તપાસ અને સોનોગ્રાફી અથવા એમઆરઆઈ કરાવવી જોઈએ.
માસીકની અનિયમીતતા એ સ્ત્રીઓમાં જોવા મળતી સામાન્ય તકલીફ છે. તેના લક્ષણોમાં મુખ્યત્વે વધુ પડતુ માસિક જવુ, અનિયમિત માસિક, માસિકના પહેલા કે પછીના દિવસોમાં થોડા થોડા લોહીના ટીપા જવા, ઘણુ ઓછુ માસિક આવવું અને ૨૧ દિવસથી ઓછા દિવસમાં માસિક આવી જવું વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં તેઓએ જણાવેલ હતું કે અન્ય કારણોમાં ગર્ભધારણ, ગર્ભાશયના અન્ય રોગ જેવા કે ફાઈબ્રોઈડ, ગર્ભાશયના મસા, ગર્ભાશયની દિવાલ જાડી થવ, રકતસ્ત્રાવના રોગો, ગર્ભાશય, અંડાશય કે ગર્ભાશયના મુખના કેન્સર અને ગર્ભનિરોધક સાધનોનો સમાવેશ થાય છે. ગર્ભધારણ એ ફાઈબ્રોઈડ થવાની શકયતામાં ઘટાડો કરે છે જયારે ઓછી ઉંમરમાં રજોવૃતિ ચાલુ થવાથી ગર્ભાશયમાં ગાંઠ થવાની શકયતા વધી જાય છે. ઓછા પાવરની ગર્ભનિરોધક ગોળીઓથી આ ગાંઠમાં વધારો થતો નથી પરંતુ અસાધારણ કિસ્સામાં ૧૩-૧૬ વર્ષની ઉંમરમાં જો આ ગોળીઓ લેવામાં આવે તો તે ગર્ભાશયની ગાંઠ થવાની શકયતામાં વધારો કરે છે. અન્ય વધારો કરતા પરીબળોમાં મેદસ્વીપણુ, વિટામીન એ અને ડીની ઉણપ, હાઈ બ્લડપ્રેસર, મધપાન અને ધ્રુમપાનનો સમાવેશ થાય છે.ડો.મનિષા સિંઘ પટેલે વધુમાં જણાવેલ હતું કે ફાઈબ્રોઈડ એટલે કે ગર્ભાશયમાં થતી સૌમ્ય ગાંઠ એ આનુવંશિક પણ હોય શકે છે અને અમુક જમીનની ખામીના લીધે ઉદભવી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com