મહુવાના બગદાણા નજીક માલપર ગામની સીમમાં બાળકને દીપડો ઉપાડી ગયો હતો. બગદાણાની બાજુમાં આવેલ માલપર ગામની સીમમાંથી મોડીરાત્રીએ ગાયોનો અવાજ સાંભળતા માલધારીએ તપાસ કરતા દિપડાએ નિંદ્રાધીન બાળકને ઉપાડી ગયાનો બનાવ સામે આવ્યો છે.

મહુવા તાલુકાના માલપર ગામની સીમમાં ગતરાત્રીના સુમારે દિપડાઓ એક માસુમ બાળકને ઉપાડી જઈ ફાડી ખાધો હતો. બગદાણાથી ૭ કિમીના અંતરે માલપરા ગામ આવેલું છે. અહીં રામભાઈ જેહાભાઈના ખેતરમાં ગઈકાલે સોમનાથ જિલ્લાના માલધારીઓના સમુહે પોતાના પશુઓ સાથે પડાવ નાખ્યો હતો. જયાં સીમમાં રાત્રીએ દિપડો ત્રાટકતા લાલાભાઈ રાતડીયાનો પુત્ર ૩ વર્ષનો મોહિતને લઈ જઈ દિપડાએ ફાડી ખાધો હતો. જંગલ વિભાગે શોધખોળ આદરી હતી જેના પરોઠિયે બાળકનો વિકૃત મૃતદેહ હાથ લાગ્યો હતો. આ બનાવના પગલે વન વિભાગના આરએફઓ મહુવાથી નિરવ મકવાણા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.