ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની લેફોનએ પોતાનો નવો ફોન લેફોન ડબલ્યુ 15ને ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિમત 5,499 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ ફોન 22 ભારતીય ભાષામાં કામ કરશે. આ ફોન બજારમાં ચાર કલર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનમાં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે સાથે આ ફોન એંડરોઈડ માર્શમેલો પર કામ કરશે.આ ફોનમાં ડૂયલ સિમ સ્લોટ આપવામાં આવ્યા છે. ફોનમાં 1.3 ગિગહર્ટજના કૈડ કોર પ્રોસેસર સાથે 2 GB આરઇએમ અને 16 GB ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે. કેમેરાની વાત કરવામાં આવે તો એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપીક્સલ રિયલ અને 5 મેગાપીક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોન હિન્દી,અસમિયા,પંજાબી,બંગાલી,ગુજરાતી,કન્નડ,મલયાલમ,મરાઠી,તમિલ,નેપાલી,બોડો,તેલુગુ,ઉર્દુ,સિંધી,ઉડિયા,સંસ્કૃત,કશ્મીરી,ડોગરી,મૈથિલી,અને મણિપુરી જેવી ભાષાઓમા કામ કરશે.