ગાયત્રી મંદિર પાસે દિપડો દેખાતા લોકોમાં ભારે ફફડાટ
વાંકાનેર પંથકમાં ફરી ખુંખાર દિપડાએ દેખા દેતા લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. ગાયત્રી મંદિર વિસ્તારમાં આઠ ઘેટા- બકરાનું મારણ કરતા ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક ગતરાત્રીના દિપડો ચડી આવ્યો હતો. અને અહીં આવેલ જાદવભાઇ ચારોલીયાના પશુ વાડામાં ઘુસી અને બેટા-બકરાના વાઢમાંથી 6 ઘેટા અને ર બકરાનું મારણ કર્યુ હતું. બાબતે ફોરેસ્ટ ઓફીસર નરોડીએ વધુ માહીતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તાર વિડીની નજીક હોવાથી અવારનવાર અહીં દિપડા આવતા જતા હોય છે ત્યારે હાલ અહીં દીપડાને પકડવા માટે પીંજરુ મુકવા સહિતની કામગીરી વન વિભાગે શરુ કરી છે. જેથી ટુંક સમયમાં જ આ દિપડાને પાંજરે પુરવામાં આવશે.
વાંકાનેર શહેર નજીક અવાર નવાર દિપડાઓ આપી ચડે છે. ફરી ગતરાત્રીના ગાયત્રી મંદિરની આસપાસ દિપડાએ દેખા દીધી હતી અને ત્યાં આવેલ એક ઘેટા બકરાના વાઢમાં ઘુસી જઇ 6 ઘેટા અને ર બકરાનું મારણ કરવામાં આવ્યું હતું. હાલ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી બનાવની તપાસ શરૂ કરી છે.