મેટ અને ગ્લોસી લિપસ્ટિક તો ઓલ ટાઈમ હિટ છે ,પણ સોશિયલ મીડિયા પર અત્યારે ન્યુડ લિપ કલરની સાથે સાથે લેપર્ડ લિપસ્ટિક પણ ખુબજ ચર્ચામાં આવી રહી છે , કહી સકાઈ કે ફેશનમાં જો તમે વાઇલ્ડ લૂક ટ્રાઈ કરવા માગતા હોય તો આ લિપસ્ટિક તમારી પર્સનાલિટી મુજુબ પર્ફેક્ટ મેચ કરશે , દિવસની ગ્લામ પાર્ટી અથવા ઈવનિંગ ઈવેન્ટમાં તમે પ્રિંટેડ પેટર્નને કારણે અન્યથી અલગ તરી આવશો , તમે આ લિપસ્ટિકનું કોમ્બિનેશન લાઇટ શેડ ડ્રેસિસ સાથે કરી કોન્ટ્રાસ્ટ કરી શકો છો , કારણકે શિમર અપ અવતારમાં માટે આ ફેશન ખુબજ ટ્રેંડિંગ ચાલી રહી છે , સૌથી રસપ્રદ વાત તો એ છે કે તમે આમાં જીબ્રા , ચિત્તા જેવી વિવિધ પ્રિન્ટ ટ્રાઈ કરી શકો છો .
આ લિપસ્ટિક લગાવવા માટે તમે સૌથી પેહલા પાઉડર બેઝ મેટ કલર એપ્લાઈ કરીને તેને ડ્રાય થવા ડો , ત્યારબાદ લિક્વિડ આઈ લાઇનરથી લીપ્સ પર સ્પોટ્સ બનાવો ત્યારબાદ કોહલ પેન્સિલની મદદથી તેમાં થોડું ગ્લિટર અને કલર એડ કરો , મોડેલ્સ માટે આ લૂક પર્ફેક્ટ છે , આજકલતો અકટ્રેસિસ પણ આ પ્રકારની લિપસ્ટિક લગાવે છે , ઇન્સટાગ્રામ ફેશનમાં આ લિપ શેડ સ્ટીલે ધૂમ મચાવી રહી છે. બ્યુટી પિજંટ મુજબ આ લિપસ્ટિક રેટ્રો રિવોલ્યુશન સાથે કમ બેક કરી રહી છે અને ફોટોગ્રાફી તેમજ મોડેલિંગ માટે આ લિપસ્ટિક પર્ફેક્ટ લૂક આપે છે , આ સ્ટાઇલને ઈવનિંગ પાર્ટીમાં લગાવી તમે સૌથી યુનિક લાગશો .