હુમલાખોર દીપડાને પકડવા પાંજરા મુકાયા
રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ એજન્સી હોટલ ની સામે ગણેશજી મંદિર સામે ખેતરમાં કામ કરી રહેલ કિરણ બહેન કનુભાઈ શિયાળ,જે કનુભાઈ શિયાળ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વનમાળીદાસ રાઠોડ ની વાડીએ ભાગ્યું રાખી મજૂરી કામ કરતા હતા તેની દીકરી ઉપર દીપડાએ હુમલો કરતા ઇજાઓ પહોંચાડેલ છે જેને હાલમાં રાજુલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. અને તેની સારવાર હાલ શરૂ છે.આ અંગે હોસ્પિટલે જય ને તપાસ કરતા દીપડાએ કિરણબેન ને આખા શરીરે ઇજા પહોંચાડેલ છે.
દીપડાએ હુમલો કરતા આ દીકરીએ રાડા રાડ કરતા આજુબાજુના લોકો આવી જતા આ દીકરીને બચાવી લેવામાં આવેલ છે. જેમાં માથાના ભાગે વધુ ઇજાઓ પહોંચાડેલ છે. દીપડાએ હુમલો કરતા ફોરેસ્ટ વિભાગ રેસ્ક્યુ ટીમ સાથે તેમજ પાંજરાઓ સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી જતા દીપડાને પકડવા માટેની કાર્યવાહી પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે.
હાલમાં સિંહ તેમજ દીપડા રાજુલા શહેરની ભાગોળે આવેલ સીમ વિસ્તારમાં તેમજ શહેરની બહારના વિસ્તારોમાં ગામ સુધી પહોંચી જતા હોય લોકો ભઈ ના ઓથ નીચે જીવી રહ્યા છે.
રાજુલાના રોડ અને હિંડોણા રોડ તેમજ છતડીયા રોડ કે જ્યાં રાજુલા શહેરના શહેરીજનો મહિલાઓ તેમજ યુવાનો અને વયો વૃદ્ધ લોકો વોકિંગ માટે સવાર સાંજ જતા હોય અને આ રીતે જંગલી પ્રાણીઓ જેમાં સિંહ તેમજ દીપડા શિકારની શોધમાં ફરતા હોય અને લોકો ઉપર પણ અવારનવાર હુમલા કરતા હોય જેથી આ વોકિંગ માટે જતા લોકોમાં પણ વહેલું વાતાવરણ પ્રસરી ગયેલ છે.
દરિયાઈ પટ્ટી પરના ઉદ્યોગો ગૃહોમાં રાજુલા થી જતા આવતા લોકો કે જે બાઈક ઉપર ,ઉપર અપડાઉન કરતા હોય તેમજ તેમજ મોડર્ન સ્કૂલ તેમજ ષળબ પોલીટેનિક જેવી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા તેમજ નોકરી કરતા વિદ્યાર્થીઓ પણ રોડ થી પસાર થતા હોય જેથી ભય વ્યાપી ગયેલ છે.