- મહારાષ્ટ્રમાં રહેતા ડોક્ટર પતિ અને સસરાએ પત્નીના નામે જુદી-જુદી બેંકમાંથી લીધી હતી લોન
- પત્નીના નામે રૂ.14.33 કરોડની બેંક લોન મેળવી કરી ઠગાઈ
- ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ તુષારની કરી ધરપકડ
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર પેલેસ પાસે રહેતી મહિલા તબીબની જાણકારી વિના મહારાષ્ટ્રમાં રહેતા ડોક્ટર પતિ અને સસરાએ જુદી-જુદી બેંકમાંથી કુલ 14.33 કરોડની બેંક લોન મેળવીને ઠગાઈ કરી હતી. ત્યારે કરોડોની લોન અંગે મહિલાએ પતિ અને સસરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેથી ઉત્રાણ પોલીસે હાલ ડોક્ટર પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.તેમના પતીએ આઈવીએફ સેન્ટર શરૂ કરવા 31 લાખની લોન પણ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. લોનનો સંપૂર્ણ વહીવટ પતિ સંભાળતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને જાણ થતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધી ડોક્ટર પતિ તુષારની ધરપકડ કરી હતી.આ ઉપરાંત તેમના પિતાની શોધખોળ શરુ કરવામાં આવી છે.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર પેલેસ પાસે રહેતી મહિલા તબીબની જાણકારી વિના મહારાષ્ટ્રમાં રહેતા ડોક્ટર પતિ અને સસરાએ જુદી-જુદી બેંકમાંથી કુલ 14.33 કરોડની બેંક લોન મેળવીને ઠગાઈ કરી છે. કરોડોની લોન અંગે મહિલાએ પતિ અને સસરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેથી ઉત્રાણ પોલીસે હાલ ડોક્ટર પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્રાણ પોલીસના જણાવ્યા અનુસાર મૂળ સૌરાષ્ટ્રના વતની અને ઉત્રાણ ખાતે આવેલ સાંઈ હાઇટ્સ ખાતે રહેતા ડો. નમ્રતા વીરડિયા આદિત્ય કોમ્પ્લેક્સમાં નમ્રતા નર્સિંગ હોમ નામે હોસ્પિટલ ધરાવે છે. 24 જુલાઈ 2011ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ સ્થિત જ્ઞાનેશ્વરનગરમાં રહેતા ડો. તુષાર ભારંબે સાથે લગ્ન થયા હતા. ડો. નમ્રતા અગાઉ હિરાબાગ ખાતે અન્ય હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમજ તેમના પતિ ડો. પ્રકાશ ભારંભે વરાછા રોડ ખાતે આસ્થા ડેન્ટલ નામથી હોસ્પિટલ ધરાવતા હતા.
નમ્રતાએ પિતાનો ફલેટ જે તેના નામે હતો, તેના પર 70 લાખની લોન લઈને હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલની લોનના સમયસર હપ્તા પણ ભરવા નમ્રતા તેના પતિને રકમ આપતી હતી. આ સાથે પતિ સાથે મળીને IVF સેન્ટર શરૂ કરવા 31 લાખની લોન પણ લીધી હતી. લોનનો સંપૂર્ણ વહીવટ પતિ સંભાળતા હતા, જેથી તેણીના આધારપુરાવા પૈકીના પાનકાર્ડ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ સહિત તેના પતિ તુષાર પાસે રહેતા હતા.
સમય જતાં નીતાએ ગત 2020 વર્ષમાં લોન ભરપાઈ થઈ જતાં દસ્તાવેજની માંગણી કરતાં પતિએ એકાએક ગુસ્સે થઈ જઈને બહાના બતાવીને વાતને ટાળી દીધી હતી. ત્યારબાદ પણ ઓપીડીના કામ અર્થ પતિ પત્ની નમ્રતાની જુદા જુદા કાગળો પર સહી લઈ જતા હતા. થોડા સમયમાં નમ્રતાની હોસ્પિટલમાં જુદી જુદી બેંકમાંથી નોટિસ મળવાનું શરૂ થયું હતું. નમ્રતાના મિત્ર ઘનશ્યામ પદમાણી પાસે પણ એક કરોડની રકમની માંગણી કરી હતી. આ મામલે વધુ તપાસ કરતાં તુષારે કુલ 17થી વધુ કરોડની લોન અને ઊછીના પેટે રકમ લીધી હોવાનું જણાવ્યું હતું.
પત્નીની જાણ વિના લોન લેવાના કૃત્યના કારણે ગત તા. 30 મે 2022ના રોજ લગ્નજીવન હેઠળ છૂટાછેડા લીધા હતા. પતિ અને સસરા પ્રકાશ ભારંબેએ તેણીની જાણ વિના HDFC, RBL, એક્સીસ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડઈન્ડ સ્ટાન્ડર્ડ ચાર્ટર સહિતની જુદી જુદી 10 બેંકમાંથી કુલ 14.33 કરોડની બેંક લોન લીધી હતી. ઔરંગાબાદના વતની ડો. તુષાર પ્રકાશ ભારંબેએ તેની પત્ની ડો. નમ્રતાના નામે કરોડોની લોન જાણ વિના મેળવી હતી.
નમ્રતાના ભાગીદાર ડો. પ્રકાશ ભટ્ટના નામે પણ લોન મેળવી હતી. જેમાં તપાસ કરતાં બંનેના નામે લોન લેવામાં પેપર ઉપર ખોટી સહીઓ કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ અંગે ઉત્રાણ પોલીસે ગુનો નોંધીને ડોક્ટર પતિ તુષારની ધરપકડ કરી છે. જ્યારે તેના ભાગતા ફરતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય