- કૌટુંબિક કાકાએ 16 વર્ષીય ભત્રીજી સાથે આચર્યું દુ-ષ્કર્મ
- ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં માતાએ નોંધાવી હતી ફરિયાદ
- પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધી ભાવેશ પટેલની કરાઈ ધરપકડ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું હતું. કિશોરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણકારી મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જે અંતર્ગત ઈચ્છાપોર પોલીસમાં માતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોધાવતા ગણતરીના કલાકોમાં પોલીસે ભાવેશ પટેલ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ગુજરાતના સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. સુરતમાં 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુ-ષ્કર્મ આચરી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાની માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. હાલ, સમગ્ર મામલે સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે સમગ્ર મામલે POCSO હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના હજીરા વિસ્તારમાંથી કૌટુંબિક કાકા દ્વારા 16 વર્ષની ભત્રીજીને ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવી છે. તેમજ નરાધમ કૌટુંબિક કાકા ભાવેશ પટેલ દ્વારા આ કિશોરી પર દુ-ષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે સગીરાને અસહ્ય પેટમાં દુઃખાવો થતો હતો. જ્યારે તેની માતા હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે લઈ ગઈ ત્યારે જાણ થઈ કે, સગીરાને 6 મહિનાનો ગર્ભ છે. ત્યારબાદ કૌટુંબિક કાકાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ, સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે કૌટુંબિક કાકા સામે ફરિયાદ દાખલ કરાવી છે. હાલ, પોલીસે પોક્સો અને દુ-ષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ બાદ સામે આવ્યું કે, આરોપી સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેને પોતાના ઘરે લઈ જતો અને ત્યાર બાદમાં અવાર-નવાર તેની પર દુ-ષ્કર્મ આચરતો હતો. બાદમાં સગીરાને ધમકાવતો કે, કોઈને કહેતી નહીં. કાકાની ધમકીથી ડરીને સગીરાએ આ વિશે કોઈને જાણ નહોતી કરી. આ ઉપરાંત સગીરા જ્યારે ગર્ભવતી બની ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.