- સરથાણા પોલીસે નકલી વિજિલન્સ PSIની ધરપકડ કરી
- નશાની હાલતમાં ઝડપાયેલા વ્યક્તિને છોડાવવા જતા ફૂટ્યો ભાંડો
- ઇસમના ફોનમાંથી પોલીસની વર્દી પહેરેલા કેટલાક ફોટો પણ મળ્યા
અવાર નવાર નકલી ડોકટરો, નકલી હોસ્પિટલો અનેક નકલી વસ્તુઓ ઝડપાતી રહેતી હોય છે. ત્યારે હવે નકલી PSI એટલે કે નકલી પોલીસ ઝડપાયો છે. સુરતમાંથી નકલી વિજિલન્સનો અધિકારી ઝડપાયો છે. સરથાણા પોલીસે નકલી વિજિલન્સ PSIની ધરપકડ કરી છે. ત્યારે આ ઈસમે અન્ય લોકોને પણ હેરાન કર્યા છે કે નહીં તે બાબતે વધુ પૂછપરછ તપાસ હાથ ધરી છે.
સુરતમાંથી નકલી વિજિલન્સનો અધિકારી ઝડપાયો છે. સરથાણા પોલીસે નકલી વિજિલન્સ PSIની ધરપકડ કરી છે. પોલીસે ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. ત્યારે તેને છોડાવવા માટે સ્ટેશન આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ વિજિલન્સ PSI તરીકે આપી હતી અને પોતાનું નામ PSI રોનક કોઠારી જણાવ્યું હતું. પરંતુ તેનું ઓળખકાર્ડ ભૂલી ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેની સઘન પુછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. આ ઇસમના ફોનમાંથી પોલીસ અને પોલીસની વર્દી પહેરેલા કેટલાક ફોટો પણ મળ્યા છે. ત્યારે આ ઈસમે અન્ય લોકોને પણ હેરાન કર્યા છે કે નહીં તે બાબતે વધુ પૂછપરછ તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેરના સરથાણામાંથી અસલી પોલીસના હાથે નકલી વિજિલન્સનો PSI ઝડપાયો છે. જેમાં નશાની હાલતમાં ઝડપાયેલા બે વ્યક્તિઓની ભલામણ કરવા માટે નકલી વિજિલન્સનો PSI સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પોલીસની પૂછપરછમાં તેનો ભાંડો ફૂટ્યો હતો.
હકીકતમાં સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આજે ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશામાં ધૂત હાલતમાં પકડાતા, બન્નેને સરથાણા પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે બન્ને પીધેલાઓની ભલામણ કરવા માટે એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેણે પોતાની ઓળખ વિજિલન્સના PSI રોનક કોઠારી તરીકે આપી હતી.
આ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના PI એમ.બી. ઝાલા આવી પહોંચ્યા હતા. જેમણે વિજિલન્સના PSIની વધુ પૂછપરછ કરી હતી. જેમાં રોનક કોઠારીએ પોતે ગાંધીનગર વિજિલન્સમાં PSI તરીકે PI રાણા સાહેબની સ્ક્વોડમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતુ. આથી PI ઝાલાએ રોનક પાસે આઈકાર્ડ માંગતા, પોતે ભૂલી ગયો હોવાનું અને હાલ રજા પર હોવાનું જણાવ્યું હતુ.
આથી PI ઝાલા સહિતના સ્ટાફને શંકા જતા તેમણે સઘન પૂછપરછ કરતાં નકલી PSIનો ભાંડો ફૂટી ગયો હતો. સરથાણા પોલીસે નકલી અધિકારીનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી પોલીસના યુનિફોર્મમાં તેના ફોટા મળી આવ્યા હતા. હાલ સરથાણા પોલીસે નકલી અધિકારીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.