જસદણના કોવિડ કેર સેન્ટરમાં 125 દર્દીઓ ફકત એક લાખ ચુમોતેર હજાર જેવી મામુલી રકમમાં સાજા થયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભાજપના યુવા આગેવાન હિરેનભાઈ સાકરીયાએ જણાવ્યું હતુ કે ગત તા.4 મેથી જસદણની મોડેલ સ્કૂલમાં રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વિવિધ દાતાઓનાં સહયોગથી એક ડેડીકેડેટ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવેલ હતુ.
જેમાં ઓકિસજનની જરૂરીયાત વાળા જુદા જુદા સમયે 125 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવેલ 28 દિવસ ચાલેલા કોવિડ હેલ્થ સેન્ટરમાં સેવાભાવી જુદા જુદા ડોકટરોની ટીમએ રાઉન્ડ ધ કલોક સેવા આપેલ આ સેન્ટરમાં દર્દીઓને નિ:શુલ્ક સારવાર નાસ્તો ભોજન સાથે સ્વાસ્થય વર્ધક પીણાઓ પણ અપાતા હતા. જેનો હિસાબ કરતા રૂ.1,78000 ખર્ચ થયો હતો.
હિરેનભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે આ મહામારીમાં બને એટલી લોકોની સેવા જ કરવી છે એટલે આ સેવામાં ધીરૂભાઈ ભાયાણી, શામજીભાઈ ડાંગર, પ્રેમજીભાઈ રાજપરા, પ્રવીણભાઈ ધોડકીયા, દિપુભાઈ ગીડા, સંજયભાઈ સંખીયા, રાજુભાઈ ધાધલ, દુર્ગેશભાઈ કુબાવત, કેતનભાઈ લાડોલા, ઘનશ્યામભાઈ સરીયા, જાદવભાઈ માળવીયા સહિતના અનેક નામી અનામી યુવાનોએ દર્દીઓની દિલથી સેવા કરી હતી.