થાન પંથકમાં રહેલા રાજકીય કાર્યકરોમાં પક્ષ પલતાની મોસમ ખુલી રહી હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે ગુરુવારના રોજ સરોડી, થાન, હીરાના, અણંદપરના મળીને 11 કાર્યકરોએ ભાજપ તથા જુદા જુદા પક્ષમાંથી રાજીનામાં આપી કોંગ્રેસી ખેસ ધારણ કર્યો છે.
થાન પંથકમાં હાલમાં રાજકીય ક્ષેત્રે ઉથલ પાથલ થઈ રહી છે. તથા જુદા જુદા પક્ષના હોદ્દેદારો, કાર્યકરો માતૃ પક્ષ છોડી કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની હાજરીમાં ખોડીયાર મંદિરે સરોડી, હીરાણા, અણંદપર તથા થાનના મળીને કુલ 11 હોદ્દેદારો, કાર્યકરોએ પોતાનો માતૃ પક્ષ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા તાલુકામાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા અનુસરે છે.