કૃષિમાં માળખાગત સુવિધાના વિકાસ માટે નવું એપીએમસી એકટ મહત્વનું બની રહેશે

ગ્રામ્ય વિસ્તારોના વ્યાજના ભોરીંગને નાવા માટે હવે મની લેન્ડર્સ બીલ મદદરૂપ થશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહત્વના ખરડાઓ પારીત કરવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. રાજય સરકારે ગઈકાલે વિધાનસભામાં એપીએમસી બીલને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત નાણા ધીરધાર માટે પણ ગુજરાત મની લેન્ડર્સ બીલ ૨૦૧૮ પારીત કરવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણી સમયે મળેલા પછડાટ બાદ ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે વધુ સાતત્ય જાળવવાના પ્રયાસના ભાગરૂપે એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટીંગ કમીટી એકટમાં ફેરફાર કરાયો છે. આ એકટની મદદી ખેડૂતોને ઉત્પાદનના સારા ભાવ મળી શકશે. ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ પણ ઝડપી ઈ શકશે.

નવા એપીએમસી એકટ હેઠળ ખેત પેદાશોનું કલીનીંગ, શોર્ટીંગ, બ્રાન્ડીંગ, પ્રોસેસીંગ ઉપરાંત સંગ્રહ માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટીંગ માટે અનુકુળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત કોન્ટ્રાકટ ફાર્મિંગને પણ વધુ મહત્વ આપવામાં આવશે. સરકારે ખેત પેદાશોનો બગાડ અટકાવવા માટે પ્રયત્નના ભાગરૂપે અગાઉી જ એપીએમસી એકટમાં બહોળા સુધારા કરવાની તૈયારી કરી હતી. જેના પરિણામે વિધાનસભાના બજેટ સત્રમાં નવી એટકને પારીત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ દેશના તમામ ખેડૂતોની આવક ૨૦૨૦ સુધીમાં બે ગણી કરવાનું વચન આપ્યું છે. આ વચન પાળવા માટે રાજય સરકારે પણ પ્રયત્ન શરૂ કરી દીધા છે. એપીએમસી એકટના માધ્યમી ખેડૂતોને બજારમાં ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે તે નિર્ધારીત ઈ શકે છે. બીજી તરફ વિધાનસભામાં વ્યાજના દૂષણને નાવા માટે મની લેન્ડર્સ એકટ ૨૦૧૮ પારીત કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગ્રામ સભાની મંજૂરી વગર ગ્રામ્ય વિસ્તારોમાં નાણાનું ધિરાણ કરી શકાશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત ઉંચા દરે ધિરાણ આપી ગરીબોની મજબૂરીનો લાભ લેવામાં આવે છે. રકમ ન ચૂકવી શકનાર ખેડૂત પાસેથી જમીન પડાવી લેવાના કિસ્સા અવાર-નવાર નોંધાઈ છે. માટે ગ્રામ્ય વિસ્તારોમાં નાણા ધિરવાનું કામ ગ્રામ સભાની મંજૂરી વગર ન થાય તે માટે સરકારે કાયદો ઘડયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.