૧૪૫ તોપનો સોદો: આજે સવારે બે યુનિટનું આગમન: પોખરણમાં પરીક્ષણ
૧૯૮૦નાં બોફોર્સ સ્કેંડલ બાદ ફરીથી ૧૫૫ આર્ટીલરી ગનનું ભારતમાં લેન્ડીંગ થયું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૧૫૫ આર્ટીલરી ગન એટલે કે તોપનું યુકેથી આજે ગૂ‚વારે સવારે સ્પેશ્યલ ચાર્ટર્ડ એરક્રાફટ થકી ભારતમાં લેન્ડીંગ થયું હતુ.
આજે સવારે યુ.કે.થી આવી પહોચેલી અલ્ટ્રા મોર્ડન લાઈટ વેટ તોપને પોખરણ ખાતે પરીક્ષણ માટે લઈ જવાઈ હતી. આ વિધિને આર્મીની ભાષામાં કમ્પ્લીશન ઓફ ટેબલેટસ કહેવામાં આવે છે.
બોફોર્સ કૌભાંડ બાદ ૧૫૫ એમએમની આર્ટીલરી ગન ભારતીય સેનામાં સામેલ કરાઈ ન હતી બોફોર્સ બાદ સાઉથ આફ્રિકન કંપની ડેનેલ અને સીંગાપોરીયન કંપની કાઈનેટિકે પણ રક્ષા મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો પરંતુ રસ દાખવ્યો ન હતો.
તોપની તાકાત
- * ૨૪ થી ૪૦ કિમી સુધી ટાર્ગેટ કરે
- * વજન માત્ર ૪ ટન
- * આસાનીથી એરલિફટ થાય
- * બીએઈ સીસ્ટમથી સજજ
- ૭૩૭ મિલિયન ડોલરનો આ તોપનો સોદો
- યુએસમાં થયેલો છે : બે તોપ આજે સવારે આવી : આ તોપનો કોડ એમ.૭૭૭ અને તેનું ભારતીય નામ
- વ્રજ છે : આ તોપ ભારતમાં એસેમ્બલ થશે જેનું કામ મહિન્દ્રા કરશે : આવતા ૪૨ માસમાં ડીલીવરી થશે