વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિઘાર્થીઓને રહેવા જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરતા અનુસુચિત જાતીના શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે: અગ્રણીઓએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત
એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા અનુસુચિત જાતિ સમાજના વિઘાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કલાસ સેમીનાર, પ્રેરણાત્મક સેમીનાર બોર્ડ ના વિઘાર્થીઓ માટે શૈક્ષણિક સેમીનાર પોલીસ બનવા જતાં ઉમેદવારો માટે શારીરિક તાલીમ, ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ અને પુણ્યતિથિ ભગવાન બુઘ્ધની પુણ્યતિથિ તથા લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતાં વિઘાર્થીઓ માટે નાસ્તા, જમવા અને રહેવા ની સુવિધા વગેરે જેવા કાર્યક્રમોનું અગાઉ આયોજન કરેલ.
જે અંગર્તત ઋણ અદા કરવાનો કાર્યક્રમ આવતીકાલે રાખવામાં આવ્યો છે. આ અંગે એકલવ્ય ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના અગ્રણીઓએ અબતકની મુલકાત લીધી હતી આ ઋણ સ્વીકાર કાર્યક્રમ અંગે જણાવતા સુરેશભાઇ બથવારે જણાવ્યું કે, આખા ગુજરાતમાં તમામ જગ્યાએ અનુસુચિત જાતિના વિઘાર્થીઓને કોઇ તકલીફ ન પડે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનો શાંતિથી આપી શકે તે માટે એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના તમામ જીલ્લા અને તાલુકા કક્ષાએ જે વ્યકિતઓ એ લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતાં વિઘાર્થીઓ માટે નાસ્તા, જમવા અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા કરેલ હતી.
તે ગુજરાતના અનુસુચિત જાતિ સમાજના દરેક વ્યકિતઓનો સન્માન સમારંભ અને ઋણ સ્વીકારવા નો કાર્યક્રમ આવતીકાલે સવારે ૬ વાગ્યે ડો. આંબેકડર પ્રાર્થના હોલ, લક્ષ્મી સોસાયટી મેઇન રોડ રાજનગર પાછળ નાના મવા રોડ રાજકોટ ખાતે આયોજન કરેલ છે. જેમાં મુખ્ય વકતા ડો. જે.ડી.ચંદ્રપાલ ઉ૫સ્થિતિ રહે પ્રેરણાત્મક માર્ગદર્શન આપશે. અને સમગ્ર ગુજરાતમાંથી ૧૮૦ લોકો ઉ૫સ્થિત રહેશે. સમાજના દરેક અગ્રણી સમાજ શ્રેષ્ઠી અને સમગ્ર અનુસુચિત જાતિના લોકોને એકલવ્ય ફાઉન્ડેશન વતી જાહેર અનુરોધ કરવામાં આવે છે.
આ તકે સુરેશ બથવાર, યોગેશભાઇ સોલંકી, નરેશભાઇ સાગઠીયા, રમેશભાઇ ડૈયા, (જોનભાઇ) પ્રવીણભાઇ ચાંડયા, જગદીશભાઇ ભોજાણી, કરશનભાઇ મુછડીયા, કેશુભાઇ રાઠોડ, પ્રકાશભાઇ રાખોલીયા, ડી.બી. ખિમસુરીયા પ્રિયાદર્શી સોલંકી, રમેશભાઇ સોલંકી, હેરીભાઇ રાણવા, પુનાભાઇ સોલંકી કરશનભાઇ મુંછળીયા ખોનાભાઇ રાઠોડ, મનોજભાઇ ગેડીયા, રમેશભાઇ મુંછળીયા યોગેશભાઇ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે.