• 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ
  • ભારત એક સ્વસ્થ અને વધુ પોષિત રાષ્ટ્ર બને તે માટે સૌની ભાગીદારી આવશ્યક: રોગમુકત જીવન જીવવામા
  • પોષણયુકત આહારનું વિશેષ મહત્વ: ભારતનો ખોરાક સાથેનો સંબંધ સાંસ્કૃતિક પ્રથામાં, તેટલો જ પોષણ વિજ્ઞાનમાં છે

જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે, વર્ષોથી આપણી રાંધણ પ્રક્રિયા વિશ્ર્વમાં જાણીતી છે. વિદેશ કલ્ચરના આંધળા અનુકરણમાં વસ્ત્રોની સાથે ખાવાની આદત પણ બદલતા ઘણા રોગોને આમંત્રણ આપ્યું છે. નાની ઉંમરના બાળકો પણ જંક ફુડના રવાડે ચડી જતાં ઘણી મુશ્કેલી પડી રહી છે. કુપોષિત બાળકની સમસ્યા તો આપણાં આખા દેશમાં જોવા મળી રહી છે. આજની ર1મી સદીમાં માણસોને શું ખાવું ને શું ન ખાવુંની ખબર જ નથી, પડતી માંદા પડીએ ત્યારે  ડોકટર સારો ખોરાક લેવાની વાત કરે તે દિવસો પુરતો અમલ કર્યા બાદ ફરી આપણી રૂટીન જીવન શૈલીમાં આવી જઇએ છે. પોષ્ટિક અને સાત્વિક ખોરાકથી જ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય જીવી શકીએ છીએ, આ સમજ બધામાં હોવા છતાં લોકો બજારનો વાસી ખોરાક ખાય છે. સારો ખોરાક લે તેનું સારુ લોહી બને, એનાથી હિમોગ્લોબીનના ટકા સારા થવાથી પ્રતિકારક શકિત મજબુત બને છે, અને શરીર રોજ મુકત બને છે.

આપણા દેશમાં 1 થી 7 સપ્ટેમ્બર ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ સાથે આખો માસ પોષણયુકત આહારની જનજાગૃતિ ફેલાવાય છે. સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વનો પ્રોત્સાહન આપવા આ ઉજવણી કરાય છે. 1980માં અમેરિકન ડાયેટિક એસોસિએશન દ્વારા પોષણ સપ્તાહની શરૂઆત કરાય હતી. 1981માં પ્રથમવાર ઉજવણી કરીને અમાર-પોષણના વિવિધ પાસાઓ પર વિશ્ર્વનું ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. 1988માં આ ઇવેન્ટને અધિકૃત રીતે પોષણ મહિનો જાહેર કરાયો હતો. આજ સમયમાં આપણાં દેશમાં પણ સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડીયું પોષણ સપ્તાહ તરીકે ઉજવાય છે. આ વર્ષની ઉજવણી થીમ દરેક માટે પોષણ આહાર છે, ત્યારે ટકાઉ વિકાસ માટે સંયુકત રાષ્ટ્રના લક્ષ્યોને સમર્થન આપે છે. જીવનના તમામ તબકકે લોકોની પોષણ જરૂરીયાતોને સંતોષતા આહારને પ્રોત્સાહીત કરવા ઘ્યાન કેન્દ્રીત કરે છે. દરેક વ્યક્તિએ તંદુરસ્ત આહાર જાળવવા આ પાંચ વસ્તુઓ પર ઘ્યાન દેવાની જરૂર છે. તમારી પ્લેટને સંતુલિત આહાર જાળવવા આ પાંચ વસ્તુઓ પર ઘ્યાન દેવાની જરૂર છે. તમારી પ્લેટને સંતુલિત રાખો જેમા ફળો, શાકભાજી, અનાજ, પ્રોટીન અને ડેરી જેવી ખાદ્યમાંથી જરૂરલ પોષક તત્વો મળતા હોવાથી તેનું સંતુલિત મિશ્રણ આહારમાં લેવું, અતિશય આહાર ટાળવો અને તેના ભાગ કે કદને નિયંત્રિત કરો, યોગ્ય માત્રામાં ખાવાથી સ્વસ્થ વજન જાળવવામાં મદદ મળે છે, અને વધુ પડતી કેલરી લેવાથી બચી શકાય છે. આપણી નિયમિત દિનચર્યામાં સંપૂર્ણ ખોરાક લેવો જોઇએ જેમાં તાજાફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીન અને ઓછી ચરબીવાળી ડેરીની ખાદ્ય વસ્તુ સાથે પ્રોસેસ્ડ ખોરાક ઓછો લેવો જોઇએ. ઘણી બધી આપણી ખાદ્ય વસ્તુઓ ખુબ જ પોષ્ટિક હોય છે. તે લેવી જોઇએ, દિવસ દરમ્યાન પુષ્કળ પાણી, યોગ્ય હાઇડ્રેશન એકંદર આરોગ્યને ટેકો આપે છે. અને પાચન અને તેની ક્રિયામાં મદદ કરે છે.ઉમેરેલી ખાંડ ખને સંતૃપ્ત ચરબીને મર્યાદિત કરો. ખાંડયુકત પીણા, મીઠાઇઓ અને ચરબીવાળા ખોરાકનું સેવન ઓછું કરો તો જ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવી શકશો.

દરેક મા-બાપે પોતાના સંતાનોને પોષ્ટિક આહારનું મહત્વ સાથે તંદુરસ્ત જીવન શૈલીની સમજ આપવી જોઇએ. પોષ્ટિક ભોજનમાં કર્યો કર્યો ખોરાક આવે તેની વાત પણ પરિવારમાં સમજાવવી જોઇએ, આજના યુગમાં બધાને ચટાકેદાર સ્વાદ વાળા ખોરાક ગમતાં હોવાથી જ નાની ઉમરમાં માંદગી અને ગંભીર રોગો જોવા મળે છે. જો તેનાથી બચવું હોય તો ઘરનો સાત્વીક ખોરાક લેવો જોઇએ.

મેદસ્વી લોકોમાં ત્રણમાંથી બે હ્રદય રોગ સાથે સંકળાયેલા હોય છે. ધ લેન્સેટના અહેવાલ મુજબ ગર્ભાવસ્થાના બાર અઠવાડીયા સુધી ગોળીઓ દ્વારા ઘરે ગર્ભપાત સુરક્ષિત ગણાય છે. એક સ્વસ્થ આવતીકાલ માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. લીંબુ વિશ્ર્વમાં સૌથી આરોગ્ય પ્રદ ખોરાક છે.

તમારી આવતીકાલની સારી સવાર માટે પણ આજે તમારા ખોરાક પર ઘ્યાન કેન્દ્રીત કરવું જ પડશે. શરીરને જોઇતા બધા જ જરૂરી પોષક તત્વો મળે તેવો ખોરાક લેવો હિતાવહ છે. ભારતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 1982માં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવાનું નકકી કરેલ હતું.

કુપોષણ અને સ્થૂળતા એક ભયંકર સમસ્યા છે. પણ આપણે પોષણ યુકત આહારથી તેમને નિવારી શકીએ છીએ. ઉત્સાહી જીવન જીવવા માટે પણ પોષણ યુકત આહાર એક મહત્વપૂર્ણ ઘટક છે. આજે ઘણાં યુવાનો ફિટનેસ બાબતે જાગૃત થયા હોવાથી સંપૂર્ણ આહાર લેવા લાગ્યા છે. અવિકસીત દેશોમાં ગરીબી અને ભૂખમરો હોવાથી લોકોની આરોગ્ય સુખાકારીમાં ઘણી સમસ્યાઓ જોવા મળે છે.

આજનો આધુનિક આહાર ડાયાબિટીસ, હ્રદયરોગ, સ્થૂળતા અને બીજા ઘણા ક્રોનિક રોગો માટે જવાબદાર છે. આપણી ગુજરાતી થાળી દુનિયામાં સૌથી પોષક યુકત ગણાય છે.

ખોરાકને તમારી દવા બનવા દો અને દવાને તમારો ખોરાક બનવા ન દો !

આજના યુગમાં રોગ મુકત અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો ખોરાકમાં તકેદારી રાખવી અતિ આવશ્યક છે. ખોરાકને તમારી દવા બનવા દો અને દવાને તમારો ખોરાક, આજે આપણી સૌથી મોટી સંપતિ આપણું આરોગ્ય છે. સારૂ પોષણ એ સ્વસ્થ જીવનનો પાયો છે. દરેક વ્યકિતએ તેના શરીરને પોષણ આપીને જીવનને સમૃઘ્ધ બનાવવાની જરૂર છે. આપણે સંતુલિત આહાર જ આપણું ઉજવવળ ભવિષ્ય છે. તંદુરસ્ત નાગરીક જ તંદુરસ્ત સમાજ કે દેશનું નિર્માણ કરી શકે છે. આપણી ખાવા-પીવાની આદતલ બદલવાથી પણ આપણે સ્વસ્થ અને ખડતલ જીવન જીવી શકીઈ છીએ. એક માત્ર પુષ્કળ પાણી પીવાથી પણ શરીરને લાખેણો ફાયદો થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.