સ્વાસ્થ્ય માટે લીંબૂ પાણીને સારું માનવામાં આવે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યારે ગમે તેટલી વખત પી શકો છો. કેટલીક બીમારીઓમાં આ નુકસાન પણ પહોંચાડી શકે છે. એને ખોટી રીતે પીવાથી અથવા જરૂરીયાત કરતાં વધારે પીવાથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. એટલા માટે લીંબૂ પાણી પીતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો.
લીંબૂ પાણીમાં ઓક્સલેટ્સ હોય છે, જે બોડીમાં ક્રિસ્ટલના રૂપમાં જામ થઇ જાય છે. આ કેલ્શિયમ એબ્ઝોપર્શનને પણ અસર પહોંચાડી શકે છે. એવામાં કિડની અને લીવરની સમસ્યાઓ પણ વધી શકે છે.
લીંબુ પાણી પીવાના ગેરફાયદા
લીંબુ પાણીના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન થઈ શકે છે. કારણ કે તે પ્રોટીન બ્રેકિંગ એન્ઝાઇમ પર પેપ્સિનને સક્રિય કરે છે. તેમજ વધુ પડતા સેવનથી પેપ્ટીક અલ્સરની સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.
વિટામીન સીની વધુ માત્રા લોહીમાં આયર્નનું સ્તર વધારે પડતું વધારી શકે છે અને આ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારા આંતરિક અવયવોને નુકસાન પહોંચાડી શકે છે.
લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, આ સિવાય તેમાં ઓક્સાલેટ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. તેના વધુ પડતા સેવનને કારણે તે શરીરમાં ક્રિસ્ટલના રૂપમાં જમા થાય છે, જેનાથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.
વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી હાડકાં નબળા પડી શકે છે. લીંબુમાં અમ્લીયતા હોય છે, જેના કારણે તે હાડકાં પર વિપરીત અસર કરે છે.
લીંબુ પાણીના વધુ પડતાં સેવનથી એસિડિટી થઈ શકે છે. લીંબુમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં એસિડની માત્રા વધી શકે છે.
જો તમને ટોન્સિલની સમસ્યા છે તો લીંબુ પાણીનું સેવન ન કરો. કારણ કે આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ અનુસાર જો લીંબુ પાણીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે ગળામાં ખરાશનું કારણ બની શકે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.