ઉનાળામાં જ્યારે પણ નબળાઇ કે એનર્જીલેસ જેવું જણાય ત્યારે શ્રેષ્ઠત્તમ ઉપચાર તરીકે લોકો લીંબુ શરબત કે જ્યુસ પીવાનું અપનાવે છે. પરંતુ લીંબુ શરબત અને જ્યુસને કેટલું પીવું જોઇએ એ બાબતે પણ અનેક માન્યતાઓ પ્રસરી છે. જેમાં લીંબુની ખટાશ એ એક એસિડીક તત્વ કહેવાય જેનું અતિ સેવન શરીર માટે નુકશાનકારક છે તે વિચાર પ્રત્યે વિવિધ ન્યુટ્રીશનીષ્ટ અમુક પ્રકારે ખુલાસાઓ આપ્યા છે. જે આ પ્રમાણે છે.
ક્ધસલ્ટન્ટ ન્યુટ્રીશનીસ્ટ ડો.રુપી દત્તાનાં અભિપ્રાય મુજબ “આ બાબતે કોઇ એવું વૈજ્ઞાનિક તારણ હજૂ નથી મળ્યું કે લીંબુનું જ્યુસ એ ખરાબ છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી અને એન્ટી ઇનફ્લેમેટરી તત્વો હોવાથી તે આર્થરાઇટીસનો ઉપચાર કરે છે તે પણ એક માન્યતા જ છે. આ સાથે જ લીંબુ સરબત હાંડકાને પણ નુકશાન પહોંચાડે છે. એ પણ હજુ સાબિત નથી થયું તેવું કહ્યું છે.
લીંબુ જ્યુસની સાઇડ ઇફેક્ટ બાબત બેંગ્લોરનાં ન્યુટ્રીશનીસ્ટ ડો.અન્જી સુડ પણ ડો.રુપાલી દત્તા સાથે સહમત છે. આ ઉપરાંત તેમણે ગેસનો પ્રોબ્લેમ હોય અથવા એસિડિટી હોય તેવા સમયે લીંબુ જ્યુસ કે શરબત ન પીવું જોઇએ કારણ કે તેમાં ફ્રુટ એસિડ રહેલું છે.
– લીંબુનું જ્યુસ-સરબત રોજ પીવું જોઇએ…? અને કેટલાં પ્રમાણમાં પીવું જોઇએ…?
લીંબુ શરબત અને જ્યુસ ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચાવે છે. અને રોજ બે લીંબુનું શરબત કે જ્યુસ પીવું ગુણકારી સાબિત થાય છે. તદ્ ઉપરાંત રોજ સવારે નાસ્તો કર્યા પહેલાં હૂંકાળા પાણીમાં લીંબુ નાખી તે પાણી પીવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. તેમજ લીંબુ અને મધને સાથે લેવાથી પણ અનેક લાભ થાય છે. લીંબુમાં રહેલું વિટામિન સી, વાળ, હદ્ય અને આખા શરીર માટે સ્વાસ્થ્યપ્રદ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,