તમે હમેશા તમારી આજુબાજુ મોટાભાગના લોકોને નજર ઉતારવા માટે કે પછી ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ મરચાનો ઉપયોગ કરતાં જોયા છે.
દર રવિવાર અને મંગળવારે ઘર ઓફિસના દરવાજે કે વાહનોમાં લીંબુ મરચાં લટકાવતાં અને બદલાવતા જોયા હશે તેમજ જ્યાં ચાર ચોક ભેગા થતાં હોય ત્યાં પણ લીંબુ જોવા મળતા હોય છે પરંતુ ક્યારેય એ જાણવાની કિશીશ કરી છે કે આ બાબતમાં લીંબુ અને મરચાનો જ ઉપયોગ શુકામ થાય છે. તો આવો જાણીએ એ ખાસ કારણો વિષે……
લીંબુ મરચાનો ઉપયોગ કોઈ પણ નકારાત્મક પ્રભાવને રોકી તમારા માટે સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે. જેના કારણે તમને કોઈ ક્યારેય ખરાબ નજરનો સામનો ન કરવો પડે.
વડીલોનું હમેશા એવું કહેવું રહ્યું છે કે રસ્તા પર કે કોઈ ચોકમાં લીંબુ અને મરચાં પડેલા જુઓ તો ક્યારેય તેના પર પગ નહીં મૂકવો અને તેને ઠેકીને આગળ નીકળી જવું જોઈએ.
ખરાબ નજરથી ત્રસ્ત વ્યક્તિ પોતાની સંપતિની સુરક્ષા માટે ઘર અને દુકાનના મુખ્ય દ્વાર પર લીંબુ મરચાં બાંધે છે. એવું કરવાથી જે કઈ પણ નકારાત્મક પ્રભાવ તમારી સંપતિ તરફ આગળ વધે છે તેને ગ્રહણ કરી તેને નષ્ટ કરે છે.
ઘર અને ઓફિસમાં બાંધેલા લીંબુ મરચાને દૂર કરી ચાર રસ્તા પર ફેકવામાં આવે છે જેથી લોકો તેના પરથી પસાર થાય અને તેનો ફાયદો ફેકવા વાળાને થાય છે.
જે લોકો રસ્તા પર પડેલા લીંબુ મરચાં પરા પગ મૂકે છે તેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે કારણકે એવું માનવમાં આવે છે કે લીંબુ મરચાં ફેકવા વાળી વ્યક્તિની બધી મુશ્કેલીઓ અને કષ્ટ બીજી વ્યક્તિ ઉપર ઉતારી જાય છે. અને એટ્લે જ એવું કહેવામા આવે છે કે રસ્તા પર પડેલા લીંબુ મરચાં પર ક્યારેય પગ ન મૂકવો .
આ તો વાત થયી લોકો જે મને છે તેની પરંતુ વિજ્ઞાનજાથા વાળા આ દરેક માન્યતોને માત્ર મનનો વહેમ મને છે અને આમ જોઈએ તો એ એક સાયકોલોજિ જ છે કે આપણે જે વિચારીએ એવું આપનું આચરણ થાય છે . જો હમેશા સકારાત્મક વિચારો કરીએ તો નકારાત્મક પરિસ્થિઓનો સામનો કરવો ખારેખર સહેલો થાય છે.