અબતક, રાજકોટ-આજના સમયમાં સુંદરતા વધારતી અનેક પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. હજારો વિકલ્પો હોવાથી લોકોની મુંઝવણમાં પણ વધારો થયો છે. લોકોની મુંઝવણ દૂર કરવા માટે હવે રાજકોટની જ યુબીક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ રજૂ કરી છે Lely’s બ્રાન્ડ. રાજકોટમાં ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર દ્વારા Lely’s બ્રાન્ડ હેઠળ સ્કિન અને હેર કેરની અનેકવિધ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી. ભારત સરકારના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાની સાથે Lely’s એ ત્વચાના સ્વાથ્ય માટે સાનુકૂળ હોય એવા કોમ્બિનેશનથી આ તમામ પ્રોડક્ટ તૈયાર કરી છે. આ પ્રોડક્ટ તમામ પ્રકારની સ્કિન તથા હેર પર ઉપયોગમાં લઇ શકાશે. તમામ પ્રોડક્ટ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્ય ફોર્મ્યુલા; ત્વચાને સાનુકૂળ હોય તેવા જ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
સુંદરતામાં વધારો કરતી બ્યુટી પ્રોડક્ટ જો ત્વચા સાથે અનૂકુળ ન આવે તો વિપરીત પરિણામ આપતી હોય છે. આ વાતને ધ્યાને લઈને Lely’s દ્વારા નિષ્ણાંત ડર્મેટોલોજીસ્ટની ટીમની મદદથી આ તમામ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. તો અમુક કેમિકલ ત્વચા માટે લાંબેગાળે હાનિકારક હોય છે. તેથી Lely’sની પ્રોડક્ટમાં ત્વચા માટે સાનુકૂળ હોય તેવા જ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોડક્ટ વાપરવામાં પણ સરળ છે.
Lely’s બ્લોગિંગ દ્વારા નિષ્ણાંતો મારફતે સ્કિન કેર ટિપ્સ, હેર કેર ટિપ્સ, મેકઅપ ટિપ્સ, કૃમિંગ ટિપ્સ પણ શેર કરતા રહે છે. જેમાં કોઈ પણ પોતાને મુંઝવતા પ્રશ્નો વિશે માર્ગદર્શન મેળવી શકે છે. મહત્વનું છે કે Lely’s ની પ્રોડક્ટ રેન્જ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ બ્યુટી કેર પ્રોડક્ટસની રેન્જ ધરાવે છે જે એટલી જ અસરકારક છે. તેથી પુરુષો પણ કોઈ પણ સંકોચ વગર આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે છે. હાલમાં આ તમામ પ્રોડક્ટસ માત્ર એક ક્લિક દ્વારા Lely’sની વેબસાઈટ www.lelys.in અથવા તો એપ્લિકેશન દ્વારા ઓર્ડર કરી શકાશે.
Lely’sની પ્રોડકટ રેન્જમાં ACNE SENSOR GEL, ACNE SQUASH WASH, ALL-IN-ONE MULTI-FUNCTIONING FACIAL CREAM, COFFEE SCRUB, HAIR CARE SERUM, HAIR GROWTH LOTION, HAIR OIL, HYDRATING CREAMY FACE WASH, MOISTURISING CREAM, REPLENISH SKIN’S MOISTURISING LOTIONનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટમાં સ્કિન ફ્રેન્ડલી ઈન્ગ્રીડિયન્ટસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. Lely’s એક કસ્ટમર સેન્ટ્રીક બ્રાન્ડ છે જે કસ્ટમર સર્વિસ અને સેટિસફેકશનને પણ એટલું જ મહત્વ આપે છે. Lely’s સાચા અર્થમાં તમારી સુંદરતા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે.